અનુયાયીઓ

ગુરુવાર, 30 જૂન, 2011

રીંગરોડને વધુ બે માસ માટે એક માર્ગીય જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

રાજકોટ-રાજકોટ શહેરમાં રેસકોર્ષ ફરતે મોર્નીંગ વોક માટે નીકળતા નાગરિકો સલામતી અનુભવે અને પ્રદૂષણનો ભોગ ન બને, તે માટે રેસકોર્ષ ફરતેનો રીંગ રોડ તમામ પ્રકારનાં વાહનો માટે એકમાર્ગીય (વનવે) જાહેર કરવાની આવશ્યકતા જણાય છે.
આથી શ્રી ગીથા જોહરી, પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેર, રાજકોટ દ્રારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે જણાવેલ રસ્તાઓને તેમાં જણાવેલ વિગતે તમામ પ્રકારના વાહનો માટે તા.૦૧-૦૭-૨૦૧૧ થી તા. ૩૧-૦૮-૧૧ સુધી એક માર્ગીય (વન વે) કરવા હુકમ કરેલ છે. આ હુકમ સવારના કલાક ૦૫-૩૦ થી કલાક ૦૭-૩૦ સુધી તમામ પ્રકારના વાહનો માટે લાગુ પડશે.


રેસકોર્ષ રીંગ રોડ
રેસકોર્ષ રીંગ રોડને એક માર્ગીય (વન વે) કરવામાં આવે છે. જે મુજબ રેસકોર્ષ રીંગ રોડનો ફકત બહારના ભાગે આવેલ રોડ એક તરફી ‘‘કલોક વાઇઝ’’ જાહેર કરવામાં આવે છે. એટલે કે જીલ્લા પંચાયત ચોકથી એ.જી. ઓફીસ, કીસાનપરા સર્કલ, મેયરશ્રીનો બંગલો, બીગ બાઇટ આઇસ્ક્રીમ, જુની એન.સી.સી. ઓફીસ, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, બહુમાળી ભવન, ગેલેકસી સિનેમાથી પોલીસ કમિશ્નર કચેરી થઇ જીલ્લા પંચાયત ચોકમાં થઇ તે રીતે તમામ પ્રકારના વાહનો માટે એક તરફી રસ્તો ચાલુ રહેશે.
આ ફોરટ્રેક રીંગ રોડનો અંદરનો જે રસ્તો છે તે રોડ ઉપર સવારના કલાક ૦૫-૩૦ થી કલાક ૦૭-૩૦ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ રહે છે અને ફકત પગે ચાલીને મોર્નીગ વોક કરવા માટે નીકળેલા નાગરિકો માટે જ રસ્તો ચાલુ રહેશે.
તા.૨૮-૦૪-૧૧ અન્વયે બે માસ માટે પ્રાયોગિક ધોરણે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ. જે અન્વયે જાહેરનામાને રાજકોટ શહેરના નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળેલ હોઇ, તે જાહેરનામું વધુ લંબાવવાની જરૂરીયાત જણાતાં પ્રાયોગિક ધોરણે બે માસ માટે લંબાવેલ છે.
આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રીગ્રેડના વાહનોને આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહી. આ હુકમના ભંગ બદલ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે

ટિપ્પણીઓ નથી: