અનુયાયીઓ

મંગળવાર, 20 ડિસેમ્બર, 2011

દવાખાનાઓના ફાયર સેફટી ઓડીટની શરૂઆત મહાનગરોથી થશે - ૦૬ મહિનામાં રીપોર્ટ મેળવાશે - આરોગ્યમંત્રી મેડીકો લીગલ અને એફએસએલની સગવડોના સમન્વય સાથે પોસ્ટ મોર્ટમ ખંડોના અઘતનીકરણનું આયોજન



રૂા. ૫.૮૧ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બરોડા મેડિકલ કોલેજના સભાખંડનું વિધિવત લોકાર્પણ 
વડોદરા,
 રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી જયનારાયણ વ્યાસે બરોડા મેડિકલ કોલેજના રૂા. ૫.૮૧ કરોડના ખર્ચે બાંધવામાં આવેલા અને ૭૦૦ જેટલી બેઠકો તેમજ કાર્યક્રમ આયોજનની અઘતન સગવડો ધરાવતા ઓડિટોરિયમનું વિધિવત લોકાર્પણ કર્યું હતું. અત્યંત ઉંચા ગજાના સારસ્વત અને મેધાવી પ્રતિભા ડૉ. એ.પી.જે.કલામના આ ઓડીટોરિયમમાં પગલાં થયાં અને તેના અનૌપચારીક ઉપયોગ શરૂ કરાવ્યો તે મારે માટે આનંદની વાત છે તેવી લાગણી વ્યકત કરતા આરોગ્ય પ્રધાને આ ઓડિટોરિયમમાં મલ્ટીમિડીયા સુવિધાઓ પ્રસ્થાપિત કરવા અને ઇન્ટરનેશનલ તબીબી અને વ્યાવસાયિક કોન્ફરન્સીઝ અને સીએમઈ યોજી શકાય અને અન્યત્ર યોજાતા આવા કાર્યક્રમોનો આ સભાખંડમાં બેસીને લાભ લઈ શકાય તેવી સુવિધાઓ કરવા માટે જરૂરી રકમ ફાળવવાની આરોગ્ય વિભાગની તત્પરતા વ્યકત કરી હતી.
આ કાર્યક્રમ પ્રવાસન રાજય મંત્રી શ્રી જીતુભાઈ સુખડિયા, સંસદિય સચિવશ્રી યોગેશ પટેલ, મેયર ડૉ. જયોતિબેન પંડયા, ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાળા, આરોગ્ય વિભાગના નાયબ સચિવશ્રી ગોહિલ, અધિક નિયામક ડૉ. પી.ડી.વિઠૃલાણી, મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાથી સમિતિ અધ્યક્ષ ડૉ. વિજય શાહ, પૂર્વ ધારાસભ્યશ્રી હરદત્તસિંહ જાડેજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. અમેરિકાવાસી ભૂતપૂર્વ તબીબી વિઘાર્થીઓના સંગઠનના પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયાં હતા.
વસતી વધારો અને આરોગ્યાલાયોના મકાનોના વિસ્તરણની સાથે રાજય સરકાર ફાયરસેફટીની અઘતન સગવડો આપવા સજાગ છે. તેવી લાગણી વ્યકત કરતા તેમણે જણાવ્યું હતું કે કલકત્તાની હોનારતના પગલે ગુજરાતે આ બાબત અગ્રતાક્રમે હાથ ધરવાની પહેલ કરી છે. દવાખાનાઓમાં પ્રોફેશનલ સેફટી ઓડિટ ફરજીયાત બનાવવાના ભાગરૂપે પ્રથમ મહાનગરોની હોસ્પિટલ્સનું ફાયર સેફટી ઓડીટ યોજીને, ૦૬ મહિનામાં તેનો રીપોર્ટ મેળવવામાં આવશે.
રાજય સરકારે એસએસજી હોસ્પિટલ્સ જેવા દવાખાનાઓના પોસ્ટમોર્ટમ ખંડોના મેડીકોલીગલ તેમજ એફએસએલની જરૂરી સગવડોના સમન્વય સાથે અઘતનીકરણ કરવા રૂા. ૮ કરોડની રકમ ફાળવી છે. આ કામમાં ડૉ. જે.એલ.મીનાના વડપણ હેઠળની તજજ્ઞ કમિટિના સૂચનોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. સૂરત અને અમદાવાદની મેડિકલ કોલેજીસ માટે પણ અઘતન ઓડિટોરીયમ્સ બનાવવામાં આવી રહયાં છે. એમ તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં, ડીન ડૉ. એ.ટી.લેઉઆએ સહુને આવકાર્ય હતા. એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાજીવ દેવશ્વરે આભાર વ્યકત કર્યો હતો.

ખણકતા બોલ અને સ્ટમ્પસથી પ્રજ્ઞાચક્ષુઓ રમ્યા ક્રિકેટ ઃ ખેલ મહાકુંભ હેઠળ નેત્રહિન ક્રિકેટની સેમી ફાઇનલ્સનો પ્રારંભ 
વડોદરા,
 ખેલ મહાકુંભ-૨૦૧૧માં ૧૮ વર્ષથી વધુ અને ૧૮ વર્ષથી નીચે બે શ્રેણીઓમાં નેત્રહિન ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેની સેમી ફાઈનલ સ્પર્ધાઓનો પોલો મેદાન ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ, વડોદરા જિલ્લાના શાખાના યજમાનપદે પ્રારંભ થયો છે. આજે ભાવનગર, ઈડર, સુરત અને અમદાવાદની પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમો વચ્ચે મેચીસ રમાઈ હતી જેમાં ચોગ્ગાઓની રમઝટ પણ જોવા મળી હતી.
પદાધિકારી ભાવેશ પટેલે જણાવ્યું હતું કે અંદર છરા ભરવાને કારણે ખણકતા ધુધરીવાળા સફેદ દડાની મદદથી અંધજનો ક્રિકેટ રમવાનો તંદુરસ્ત લોકો જેટલો જ આનંદ માણી શકે છે. અંધજન ક્રિકેટ માટેના સ્ટમ્પસ પણ લોખંડની પાઈપોના બનાવવામાં આવે છે જેની સાથે દડો અથઠાતા, રણકાર સંભળાય છે. જેને આધારે આઉટ-નોટઆઉટનો સચોટ નિર્ણય લેવાય છે. આ સ્ટમ્પસને બેઈલ્સ (ગિલ્લીઓ) નથી હોતી. આમ, શબ્દવેધી તિરંદાજીની માફક નેત્રહિનો દડાના અવાજને પારખીને ફટકાબાજી કરે છે અને વિકેટને બચાવે છે.
મંગળવારના રોજ બીજી ચાર ટીમો વચ્ચે સ્પર્ધાઓ થશે. સેમીફાઈનલ્સના વિજેતાઓ વચ્ચે તા.૨૨/૧૨ના રોજ ગાંધીનગરમાં ફાઈનલ રમાશે તે ઉલ્લેખનીય છે.


સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષમાં અભિલેખાગાર સપ્તાહ ઉજવણીનો પ્રારંભ 
શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો અમરવારસો પ્રદર્શની ખુલ્લી મૂકાઈ 
વડોદરા,
 સર સયાજીરાવ ગાયકવાડની સાર્ધ શતાબ્દીની ઉજવણી દરમિયાન અભિલેખાગાર સપ્તાહ નિમિત્તે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો અમર વારસો પ્રદર્શનનું જિલ્લા કલેકટર શ્રી વિનોદ રાવે ગુજરાત રાજય, અભિલેખાગાર અધિક્ષક દક્ષિણ વર્તુળની કચેરી ખાતે ઉદ્‍ધાટન કરી ખુલ્લું કર્યું હતું.
શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો અમર વારસો પ્રદર્શન ખુલ્લું મૂકતા કલેકટરશ્રી વિનોદ રાવે જણાવ્યું હતું કે  વડોદરા રાજયનો અદ્‍ભૂત વારસો પ્રદર્શનમાં સુંદર રીતે પ્રદર્શિત કરાયો છે. પ્રસ્તુત પ્રદર્શનમાં સદીઓ પહેલા જે પ્રકારે વડોદરા રાજય અને તેના વિસ્તારમાં સુશાસન પ્રણાલિ પ્રસ્થાપિત થઈ હતી તેના પ્રત્યક્ષ દર્શન થાય છે તે દરેક નાગરિકોને નિહાળવાનો લ્હાવો લેવો અનુરોધ કર્યો હતો. તેમણે સયાજીરાવ ગાયકવાડની  ૧૫૦મી જન્મજયંતીના અવસરે રાજયના અભિલેખાગાર દ્વારા વડોદરા રાજયનું પ્રદર્શન યોજાયું છે. તે માટે વડોદરાના નાગરિક તરીકે ગૌરવની લાગણી થવી જોઈએે. આગામી દિવસોમાં સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતીની ઉજવણી કરાશે તેમાં વડોદરાના નાગરિકોને જોડાવા અનુરોધ કર્યો હતો.
અભિલેખાગાર સપ્તાહની ઉજવણી નિમિત્ત્િા યોજાયેલા શ્રીમતં સયાજીરાવ ગાયકવાડનો અમરવારસો પ્રદર્શનમાં વડોદરા રાજયના શાસનકાળ દરમિયાનના રાજકર્તાઓ, રાજયના ધ્વજ અને રાજયચિહનો, અગ્રણી કારભારીઓ, વડોદરા રાજય સાથે જોડાયેલા મહાનુભાવોની તસવીરો વિભાગવાર પ્રદર્શિત કરાઈ છે. આ સાથે કચેરીમાં સંગ્રહાયેલા દસ્તાવેજો, વડોદરા સ્ટેટના રેલવેતંત્રની સમયસારણી, વડોદરા રાજયના દફતરના પ્રકાશનો, વડોદરા રાજયની હકૂમતનો વિસ્તાર દર્શાવતો એટલાસ (નકશાઓ) ગાયકવાડી રાજવી પરિવારની વંશાવલી, સુવર્ણ અને ચાંદીની ચીજવસ્તુઓ, સોનાચાંદીના વેલડાંની તસવીરો, તેમજ માનપત્રો અને તે માટેની માનપત્ર મંજૂષાઓ, રાજવી સવારી વડોદરા રાજયની ભવ્ય ઇમરતોની તસવીરો પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો અમરવારસો પ્રદર્શન તા. ૨૩/૧૨/૨૦૧૧ સુધી સવારના ૧૧.૦૦થી સંજના ૫.૩૦ કલાક દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
આ પ્રદર્શન પ્રસંગે અભિલેખાગાર અધિક્ષકની એમ.જી.રાઠવા સંગ્રાહક શ્રી દીપક શાહ તથા ઈતિહાસ રસિકો ઉપસ્થિત રહયા હતા.

ટિપ્પણીઓ નથી: