પાટણ જિલ્લાની
૨૫૦ ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી તા. ૧૫/૦૪/૨૦૧૨ના રોજ યોજવા
રાજય ચૂંટણી આયોગે તા. ૨૧/૦૩/૨૦૧૨ના રોજ જાહેર કરેલ છે. આથી આ ચૂંટણીમાં ઉમેદવારો
અને રાજકીય પક્ષો માટે આદર્શ આચાર સંહિતાનો અમલ તા. ૨૧/૦૩/૨૦૧૨ના રોજ સાંજના ૧૬-૦૦
કલાકથી તા. ૧૭/૦૪/૨૦૧૨ (પરિણામની જાહેરાત) સુધી કરવાનો રહેશે. ગ્રામ પંચાયતોની
સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી હેઠળના વોર્ડના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતાનો
અમલ કરવાનો રહેશે. ગ્રામ પંચાયતોની
સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે, તેમ
પાટણના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જે.જી.હિંગરાજીયાની એક અખબારી યાદીમાં જણાવ્યું
છે.
અ.નં. વિગત તારીખ
૦૧ ચૂંટણીની નોટીસ/જાહેરનામું પ્રસિધ્ધ કરવાની
તારીખ ૨૬/૦૩/૨૦૧૨
૦૨ ચૂંટણી અધિકારીઓએ ચૂંટણી નોટીસ પ્રસિધ્ધ કરવાની
તારીખ ૨૬/૦૩/૨૦૧૨
૦૩ ઉમેદવારીપત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૩૧/૦૩/૨૦૧૨
૦૪ ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ ૦૨/૦૪/૨૦૧૨
૦૫ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ ૦૩/૦૪/૨૦૧૨
૦૬ મતદાનની તારીખ તથા સમય ૧૫/૦૪/૨૦૧૨, (રવિવાર)
સવારના ૮-૦૦ થી સાંજના ૫-૦
૦૭ જો પુનઃ મતદાન યોજવાનું થાય તો તેની તારીખ ૧૬/૦૪/૨૦૧૨
૦૮ મતગણતરીની તારીખ ૧૭/૦૪/૨૦૧૨
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો