યે...આરામ કા મામલા હૈ !
માણસ જ ઊંઘણસી હોય તેવું નથી, જીવ માત્ર કુદરતની નિરંતર પ્રક્રિયા એવી ''નીંદર', ઊંઘમાં પડ્યા પછી તેને સજીવ કે નિર્જીવ અવસ્થાનું ભાન થતું નથી. ઘણી વખત માણસ ઊંધમાં બોલતો હોય, ચાલતો હોય પણ તેમને ખબર નથી હોતી ! તેવી જ રીતે એકવાર ઊંઘે ચડ્યા પછી માણસને પણ કઈ ખબર હોતી નથી કે તેને કોણે બોલાવ્યો ? કોણે જગાડ્યો ? તે સુતો હતો ત્યાજ છે કે કોઈએ બીજી જગ્યાએ ફેરવ્યો ? પણ અપવાદરૂપ આ વાતમાં બધા ઊંઘણસી નથી હોતા, પણ પ્રસ્તુત તસ્વીરમાં દ્રશ્યમાન એક સ્વાનરાજા એક ભેંસ પર દિનદહાડે મીઠી નીંદર માણી રહ્યાનું જ્યારે કેમેરામાં કેદ થયું ત્યારે સૌને અચરજ એટલે થયું કે બેઠેલી ભેંસ પર ચડીને આરામ ફરમાવનાર સ્વાનરાજા ભેંસ ઉભી થઇ ગઈ હોવા છતાં જાગ્યા ના હોય ''યે...આરામ કા મામલા હૈ '' ડોન્ટ ડીસ્ટર્બ મી !! જેવી વાત સાબિત કરી ગયા હોઈ તેવું લાગે છે.
(ફોટો લાઈન / સ્ટોરી : કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર) 99742 62812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો