અનુયાયીઓ

ગુરુવાર, 31 ડિસેમ્બર, 2020

સૌરાષ્ટ્રનાં યુવા અગ્રણી ડેનીસ આડેસરા ની દેશની પ્રતિષ્ઠિત રામભાઉ મ્હાલગી સંસ્થા (મહારાષ્ટ્ર) માં પસંદગી.

 


રાજનીતિ અંગે 1 વર્ષ વિશેષ પ્રશિક્ષણ અપાશે.

સમગ્ર ગુજરાતમાંથી માત્ર 1 યુવાનની પસંદગી.


સૌરાષ્ટ્રનાં જાહેરજીવનનાં યુવા અગ્રણી અને જાણીતા લેન્ડ ડેવલોપર્સ, અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલાં અને અનેક આંતરરાષ્ટ્રીય પ્રવાસો કરી ચુકેલાં ડેનીસ આડેસરા ની પસંદગી વિશ્વની અતિ પ્રતિષ્ઠિત રામભાઉ મ્હાલગી સંસ્થાની ઈન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ડેમોક્રેટિક લીડરશીપનાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં કોર્સ ઇન લીડરશીપ, પોલીટીક્સ અને ગર્વનન્સ અભ્યાસક્રમમાં ગૌરવવંતો પ્રવેશ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વૈશ્વિક સ્તરે હરીફાઈ હોય છે અને માત્ર ૩૦ વિદ્યાર્થીઓની પસંદગી થતી હોય છે. પસંદગીનાં અનેક રાઉન્ડ પર, અનેક ઈન્ટરવ્યુનો સામનો કર્યા બાદ રાજકોટનાં તેજસ્વી યુવાન ડેનીસ આડેસરાની પસંદગી થઇ છે તે સમગ્ર રાજકોટ અને ગુજરાત માટે ગૌરવની વાત છે.



મહારાષ્ટ્રનાં થાણે માં 1982 માં 15 એકરમાં સ્થપાયેલ હેલીપેડ, હોસ્ટેલ, જીમ, સ્વીમીંગ પુલ, કોન્ફરન્સ રૂમ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંસ્થા દેશમાં પ્રથમ વખત યુવાઓને સુવ્યવસ્થિત રીતે રાજનીતિ વિષે તલસ્પર્શી, મૂલ્યનિષ્ઠ પ્રશિક્ષણ આપશે. આ સંસ્થામાં પ્રવેશ મેળવેલા તેજસ્વી વ્યક્તિવિશેષને પ્રશિક્ષણ આપવા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિજી, ગૃહમંત્રી અમિત શાહ જી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી, સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધેજી, ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુજી, વી. સતીશજી પ્રત્યક્ષ પ્રશિક્ષણ આપવા પધારતાં હોય છે. આવી સંસ્થા ગુજરાતમાં રાજકોટમાં સ્થપાય તે માટે ડેનીસ આડેસરા એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ને અરજી આપેલ છે.


અહીનાં અભ્યાસક્રમમાં લીડરશીપ મેનેજમેન્ટ, ડેવેલપમેન્ટલ પોલીટીક્સ, ફોરેન પોલીસી, આર્થિક નીતિ, લોકશાહી અને પબ્લિક પોલીસી, દેશની વિવિધ નીતિઓ, યોજનાઓ, રાજકીય પક્ષો નો ઈતિહાસ, પક્ષોની વિચારધારા, કોર્પોરેટ ગવર્નન્સ વગેરે સહિતના ઘણા વિષયો વિવિધ સાંસદ, ધારાસભ્ય, નિષ્ણાંતો અને અધ્યાપકો દ્વારા શીખવવામાં આવશે.  ઇન્ટર્નશીપ અને અભ્યાસ પ્રવાસની પણ વ્યવસ્થા છે જેમાં વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન, મુખ્યમંત્રી કાર્યાલય અને વિદેશ પ્રવાસ પણ સામેલ છે.


આ અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ “ લોકહિતમ મમ કરણીયમ “ નાં સુત્રે ભાવિ પેઢીને રાજનીતિનાં વિવિધ પાસાઓ શીખવી અને તેમને સારા સેવક - શાસક બનાવવાનો છે. આ અભ્યાસક્રમ એવા પોલીટીકલ લીડર્સ માટે છે કે જે સમાજમાં રાષ્ટ્ર્કારણ દ્વારા પોતાની ઓળખ સ્થાપિત કરવા માગે છે. राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् । प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमाव्ययम् ।। આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, જે સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે. તે વિશુદ્ધતમ જ્ઞાન છે અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે, તેથી તે ધર્મની પૂર્ણતા છે. તે અવિનાશી છે અને આચરણમાં સુખદ છે.


ડેનીસ આડેસરા : 7600 50 50 50.   www.denisadesara.in

FB : Denis Adesara.

ટિપ્પણીઓ નથી: