જેતલસરમાં ભેંસે ભારે કરી !
ગાંડી થયેલી ભેંસે અનેકને ઢીકે ચડાવ્યા !?
એક યુવાન તો જીવ બચાવવા થાંભલે ચડી ગ્યો !!
(કશ્યપ જોશી ) જેતલસર તા.4
છેલ્લા એક સપ્તાહ થયા જેતલસર - સાંકળીની સીમમાં ગાંડી થયેલી એક ભેંસે અનેકને ઢીકે ચડાવ્યા હોવાની વાતથી આ બંને ગામોની પ્રજામાં રમુજ-દુઃખ સાથે ભય ફેલાયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતલસર અને સાંકળી ગામની સીમમાં ગાંડી થયેલી એક ભેંસ છેલ્લા એક સપ્તાહ થયા સીમ ઉપરાંત ગામમાં આવી ચડી દેખ્યા માણસ કે વાહન પાછળ દોડી ભૂરાંટી બનતી હોય લોકો ભયના ઓથાર તળે આવી ગયાના અહેવાલો મળે છે. તો મનસુખ પટેલ નામના જેતલસરના એક યુવાનને ભેંસે બરાબરની ભીંસમાં લઇ ઢીકે ચડાવી, ઘાયલ કરી, કપડા ફાડી નાખતા કહેવાય છે આ ભાઈ માંડ માંડ બચ્યા !
તો ગામનાજ એક અશ્વિન પટેલ નામના યુવાન પાછળ ગાંડી ભેંસ પડતા આ યુવાને જીવ બચાવવા વીજ થાંભલો ચડી જઈ હાશકારો મેળવ્યો હતો.
દુઃખની વાત બતાવતા જેતલસરના પશુપાલકો કહે છે કે ભેંસને હડકવા નથી ઉપાડ્યો, પણ માણસની જેમ પાગલ-ગાંડી થઇ જતા તે ગમે તેની પાછળ પડી ભારે ભયજનક સ્થિતિ પેદા કરી રહી છે.
અચરજની વાત એ છે કે છેલ્લા એકાદ સપ્તાહ થયા જેતલસર-સાંકળીની સીમ અને ગામ વિસ્તારોને ધમરોળતી આ ભેસ કોઈને મળતી નથી, અને કોઈનાથી પકડાતી નથી, ભેસના બન્ને શીંગડા કાપી નાખેલી અવસ્થામાં જોવા મળે છે. એટલુજ નહિ આ ભેંસનું કોઈ માલિક પણ ના થતું હોય, હવે જંગલખાતું જ જેતલસર-સાંકળીની પ્રજાને બચાવી શકે તેવું ગામના બુજુર્ગો કહે છે.
બોક્સ: ભેંસની ઢીકે ઘણા ચડ્યા, પણ કોઈ બોલતું નથી !!
જેતલસર : એક રીતે જોઈએ ભેંસ ગાંડી થયાની વાતે જેતલસર સહીત પંથકના ગામોમાં રમુજ પણ ફેલાવી છે અને ભય પણ ફેલાવ્યો છે.
તેવીજ રીતે આ ગાંડી ભેસે ઘણાને ઢીકે ચડાવ્યા છે પણ શરમના માર્યા કોઈ વિગતો આપતા ના હોય કે ઢીકે ચડ્યા હોવાનું સ્વીકારતા નાં હોય આ વાત ટોક ઓફ ધી જેતલસર વિલેજ બની છે. આ બાબતે જે હોય તે પણ સંબંધિત પશુ તબીબો કે જંગલખાતે આ ભેંસને શોધી કાઢી, જરૂરી સારવાર આપી ભેંસની ગાંડપણની સ્થિતિ અને માણસોની ભયાવહ હાલત સુધારવી જોઈએ..
કશ્યપ જે.જોશી જેતલસર (જેતપુર) 9974262812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો