પેઢલાની ધવલ સ્કુલમાં લંડનની ઓક્સફર્ડ યુનિવર્સીટીના
પ્રોફેસર ડવાયરે ગ્લોબલ એજ્યુકેશનનું માર્ગદર્શન આપ્યું
સ્વયં શિસ્તથીજ સફળતા વરે : સ્વામી સુતપ્રજ્ઞજી
જેતલસરતા.4
જેતપુરના પેઢલા ગામે આવેલ ધવલ ઇન્ટરનેશનલ સ્કુલમાં તાજેતરમાં લંડનની ઓક્સફર્ડ યુનિ.ના ડિન ડો. ગ્રેહામ ડવાયરે મુલાકાત લઇ શાળાના વિદ્યાર્થીઓને ગ્લોબલ એજ્યુકેશનનું અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ ભૂત-પ્રેત ની દુનિયા વિષે થીસીસ ઓક્સફર્ડ યુનિ.માં પીએચડી કર્યું હોય, ભૂત-પ્રેતના અસ્તિત્વની ગેરમાન્યતાઓ દુર કરતા ઉપસ્થિત છાત્રો અને શાળાપરિવારનો સ્ટાફ ભારે પ્રભાવિત થયો હતો.
તો તેઓની સાથે રાજકોટથી આવેલા પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના સુતપ્રજ્ઞજી સ્વામીએ જણાવેલ કે સ્વયં શિસ્તથી જ સફળતાના શિખરો સર કરી શકાય. સ્વામીજીએ શિસ્ત કેવું હોવું જોઈએ ? શિસ્ત કેમ પાળવું ? જીવનમાં શિસ્ત શું ફાયદો કરે ? વિગેરે બાબતે 400 જેટલા છાત્રોને સચોટ માર્ગદર્શન આપતા કેમ્પસના ડાઈરેક્ટર દિનેશભાઈ ભુવા, સ્ટાફના શિક્ષકો કાપડિયા અને અભિષેકભાઈ સહિતનો સ્ટાફ ખુશ થયો હતો. ડોક્ટર ડવાયરે ઓક્સફર્ડ યુનિ.માં કેમ્પસના વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનલ સેમીનાર કરવા અને પ્લેસમેન્ટ માટે મદદરૂપ થવા જણાવ્યું હોવાનું દિનેશ ભુવાએ જણાવ્યું હતું..
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર
9974262812




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો