અનુયાયીઓ

સોમવાર, 4 જૂન, 2012

રાષ્ટ્રખ માટે બલિદાન આપનારા શહિદોને સમાજ કયારેય વિસરતો નથી નાણામંત્રીશ્રી વાળા કારગીલ યુધ્ધરમાં શહીદ થયેલા સૌરાષ્ટ્રાના પાંચ શહિદોને વિરાંજલી અર્પી તેઓના પરિવારોનું કરાયેલું સન્માશન વીર ભગતસિંહ ફાઉન્ડે શનના ઉપક્રમે વિરાંજલી અને કસૂંબલ લોકડાયરામાં ઉમટ

રાજકોટ
રાજકોટના વીર ભગતસિંહ ફાઉન્ડેનશનના ઉપક્રમે અહિંના સોરઠીયાવાડી ચોકમાં
શનિવારે રાત્રે ૧૯૯૯ના કારગીલના યુધ્ધગમાં શહીદ થયેલા સૌરાષ્ટ્રકના પાંચ
શહીદોને વિરાંજલી અર્પણ કરવાનો તેમજ આ શહિદોના પાંચેય પરિવારોનો સન્માાન
કાર્યક્રમ તેમજ કસુંબલ લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં
નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યુંા હતુ કે માણસ પાસે સત્તા, સંપતિ કે
બુધ્ધિય કેટલી છે તેનાં કરતાં રાષ્ટ્રઅ માટે મરી ફીટે તેનુંજ મહત્વ્ છે.
કારગીલના યુધ્ધંમાં શહીદ થયેલા સૌરાષ્ટ્ર ના પાંચેય શહીદોને વિરાંજલી
અર્પતા અને તેમનાં પરિવારોનું સન્માંન કરતા નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ
જણાવ્યુે હતું કે રાષ્ટ્રપ માટે સમર્પિત થનાર અને બલિદાન આપનાર સમાજમાંથી
કયારેય વિસરાતા નથી અને તેઓની શુરવિરતા નવી પેઢીને પથદર્શક બને છે. આવા
કાર્યક્રમના આયોજન બદલ તેમણે આયોજિત સંસ્થાે અને તેના કાર્યકરોને
બિરદાવ્યા હતા પાંચેય શહીદોના પરિવારોનું સાલ પહેરાવી શિલ્ડદ અર્પી તથા
તલવાર અર્પી સન્માાન કરાયૂં હતું અને દરેક પરિવારને રૂ. પ૧/- હજારનો ચેક
અર્પણ કરાયો હતો. નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તેા શહીદ અશોકસિંહ
જાડેજાના પરિવારને સાલ પહેરાવી શિલ્ડય અને તલવાર અર્પણ કરી સન્મા ન
કરાયું હતું. જયારે ધારાસભ્યાશ્રી ગોવીંદભાઇ પટેલના હસ્તેડ શહીદ રમેશભાઇ
જોગલના પરિવારનું સન્માવન કરાયૂં હતુ. શહેર ભાજપ પ્રમુખશ્રી ધનસુખભાઇ
ભંડેરીના હસ્તેસ શહીદ દીલીપસિંહ ચૌહાણના પરિવારજનોને સાલ ઓઢાડી કરાયું
હતું. શહીદ હરેન્દ્રધગીરી ગોસ્વાતમીના પરિવારનું પૂર્વ સાંસદશ્રી વિજયભાઇ
રૂપાણીના હસ્તેલ સાલ પહેરાવી તથા શિલ્ડશ અર્પી સન્મા્ન કરાયું હતું. શહીદ
મહિપતસિંહ જાડેજાના પરિવારજનોનું સન્માહન રાજકોટના યુવરાજ
માંધાતાસિંહજીના હસ્તે થયૂં હતું.
રાજકોટના યુવરાજશ્રી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યુંં હતુ કે શહીદોની
શહાદતને પરિણામે રાષ્ટ્ર સુરક્ષીત છે અને આપણે સલામત રહી શકીએ છીએ. જેથી
શહીદોના પરિવારોની કાળજી લેવી તે આપણું કર્તવ્ય છે. આયોજક સંસ્થાલના આવા
રાષ્ટ્ર પ્રેમી વિરાંજલી કાર્યક્રમ પાછળની ઉદા્ત ભાવનાને તેમણે બિરદાવી
હતી.
શરૂઆતમાં રણુજાના મહંતશ્રી રામદાસબાપુ તેમજ પૂ. જયશ્રીબહેન તેમજ
મહાનુભાવોના હસ્તેા દીપ પ્રાગટય થયું હતું. રાષ્ટ્રર ગીતનું ગાન કરાયુ
ત્યાકરે મોટી સંખ્યાુમાં લોકોએ ભારતમાતાનો જય જયકાર કર્યો હતો. કસુંબલ
લોકડાયરામાં સુપ્રસિધ્ધ લોકગાયકશ્રી ભીખુદાનભાઇ ગઢવીએ રાષ્ટ્રીંય
ભાવનાસભર લોકગીતો રજુ કર્યા હતા. તેઓ સાથે શ્રી અનુદાનભાઇ ગઢવી પણ જોડાયા
હતા. શહીદ ભગતસિંહ ફાઉન્ડેતશનના પ્રમુખશ્રી રવિરાજસિંહ જાડેજા,
મંત્રીશ્રી દીલીપસિંહ જાડેજા, શ્રી મનિષભાઇ મહેતા, ભરતભાઇ આહિર, નિલેશભાઇ
ગણાત્રા, હરિશ્ચંદ્રસિંહ જાડેજા, રમેશભાઇ પાંભર વગેરેએ કાર્યક્રમના આયોજન
માટે જહેમત ઉઠાવી હતી. કોર્પોરેટરશ્રી નરેન્દ્રહભાઇ ડવે કાર્યક્રમનું
સંચાલન કર્યુ હતું. અને મુખ્યલમંત્રીશ્રીના સંદેશાનું વાંચન કર્યુ હતુ
અને કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા સ્ટે
ન્ડીંમગ કમીટી ચેરમેન ડો. જૈમનભાઇ ઉપાધ્યારય, શ્રી રાજભા જાડેજા, શ્રી
પ્રવિણભાઇ કિયાડા, શ્રી નરેન્દ્રીભાઇ ડવ, શ્રી નિલેશભાઇ જળુ, શ્રી
રાજેન્દ્રયસિંહજી જાડેજા, શ્રી કનકસિંહજી જાડેજા, શ્રી રમેશભાઇ સાકરીયા,
શ્રી જુવાનસિંહ જાડેજા, શ્રી જતીનભાઇ પાબારી, શ્રી મહાવિંરસિંહ ચુડાસમા,
શ્રી હઠીસિંહ વગેરે ઉપસ્થિઇત રહ્યા હતા. રાજકોટ ચેમ્બાર ઓફ કોમર્સના
પ્રતિનિધિઓ/પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિઉત રહ્યા હતા. આ પ્રસંગે
માનવસેવાના કાર્યકારી રહેલા શ્રી બાબુભાઇ ગજેરાનું શ્રી માંધાતાસીંહ
જાડેજા વગેરેના હસ્તે્ સન્માસન કરાયું હતુ અને તેમની સેવાઓને બિરદાવી
હતી. મોટી સંખ્યાામાં નગરજનો, ભાઇ-બહેનો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા
અને શહીદોને શ્રધ્ધાંસજલી અર્પી હતી.

ટિપ્પણીઓ નથી: