અનુયાયીઓ

શનિવાર, 28 ફેબ્રુઆરી, 2015

જાહેર શૌચાલયમાં મુસાફરો પાસેથી યુરિનના 2-2 રૂપિયા લેવાતા હોવાની રાવ

જેતપુરના એસ.ટી. બસ્ટેન્ડ સ્થિત 
જાહેર શૌચાલયમાં મુસાફરો પાસેથી યુરિનના 2-2 રૂપિયા લેવાતા હોવાની રાવ 
યુરીનલની દીવાલ પર લગાડાયેલ રૂપિયા ના લેવાતા હોવાનું બોર્ડ નિરર્થક !
જેતપુર તા.28
જેતપુર ના એસ.ટી. બસસ્ટેન્ડમાં ઉભા કરાયેલ શૌચાલયમાં યુરીનલમાં બેઠેલ માણસ મહિલા વર્ગ પાસેથી 2-2 રૂપિયા પડાવતો હોવાની મુસાફર આલમમાં ફરિયાદ ઉઠી છે.
આ બાબતે બાંટવા દેવળીના એક આધેડ મહિલાએ સ્થાનિક અખબારનવેશોને કેમેરા સામે ફરિયાદ કરતા જણાવેલ કે એક બાજુ જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં ઉભી કરાયેલ જાહેર શૌચાલયમાં યુરીનલનો લાભ લેતા મહિલા વર્ગ પાસેથી રૂપિયા 2-2 વસુલે છે. જયારે તે જ શૌચાલયની દીવાલ પર એક સુચના આપતું બોર્ડ લગાવ્યું છે કે યુરિનનો એક પણ રૂપિયો કોઈની પાસેથી લેવામાં આવતો નથી.
આ બાબતે સંબંધીતોને ફરિયાદ કરાય છે તો કહેવાય છે કે સુચના આપી દેશું, પણ આ ફરિયાદનો હજુ નિકાલ ના થયો હોવાની મુસાફર આલમમાં બુમરાણ સાંભળવા મળી છે. સમજુ મહિલા વર્ગે ત્યાં સુધી કહ્યું કે ટોઇલેટના લેવાતા પૈસા બાબતે કોઈ ફરિયાદ નથી, પણ યુરિનના પૈસા લેતા તો બંધ થાવ !!
ત્યારે એસટીસુત્રો આવી નઝીવી રાવનો તાકીદે નિવેડો લાવી મહિલા મુસાફરવર્ગ  પાસેથી વસુલાતા પૈસા તાકીદે બંધ કરાવે તેવી માંગ ઉઠી છે.
કશ્યપ જે.જોશી - જેતપુર - જેતલસર - 99742 62812

ટિપ્પણીઓ નથી: