વલસાડઃ- વલસાડ શહેરના નનકવાડા ખાતે રહેતી ૨૫ વર્ષિય યુવતિ નામે શીલ્પા ભુપતભાઇ ધનજીભાઇ કોઠારી, તેના બે વર્ષના સંતાન સાથે ગુમ થઇ છે. વલસાડના નાયબ પોલીસ અધિક્ષક તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર શીલ્પા ભુપતભાઇ ધનજીભાઇ કોઠારી, રહે. જયગણેશ એપાર્ટમેન્ટ, નનકવાડા, વલસાડથી ગત તા.૧૭/૪/ર૦૧૩નાં રોજ બપોરના ૩:૩૦ના સુમારે પોતાના ઘરેથી, બજારમાં જાંઉ છું તેમ કહીને છોકરા સાથે કયાંક ચાલી જતા ગુમ થઇ છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે મધ્યમ બાંધાની, રંગે ઘંઉવર્ણ, ઊંચાઇ પ ફૂટ, ડાબા હાથના કાંડા પાસે દાઝેલાનું નિશાન, મોઢુ લંબગોળ, વાળ અને આંખો રંગ કાળો છે. ગુમ થતી વખતે આ યુવતિએ કાળી જીન્સ અને કાળુ ટીશર્ટ પહેરેલ હતા. ગુમ થનાર યુવતિ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. તેણીની સાથે ગુમ થનાર બાળક (૧) નામે પ્રિન્સ, ઉ.વ.૨, રંગે ઘંઉવર્ણ, શરીરે પાતળા બાંધાનો છે. તેણે કાળારંગની પેન્ટ તથા પીળાકાળા રંગની લીટીવાળુ શર્ટ અને હાથમાં ચાંદીનું કડુ પહેરેલ હતા. આ વર્ણનવાળી યુવતિ તથા બાળકની ભાળ કે પત્તો મળે તો વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો ફોન નંબર : ૦૨૬૩૨-૨૪૪૨૩૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો