મોટરકારની
નવી સીરીજમાં પસંદગીના નંબર મેળવવા
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અમદાવાદમાં
મોટરકારના નંબરોને લગતી હાલની
સીરીજ જી.જે.૦૧.કે.પી. ટુંક સમયમાં પુરી થનાર હોઈ નવી સીરીજ જી.જે.૦૧.કે.કયુ. તારીખ 03- 04-2012થી શરુ કરવામાં
આવશે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા
વાહન માલિકો તેમના વાહનોનુ રજિસ્ટ્રેશન
કરાવીને પસંદગીના નંબર મેળવવા
તારીખ 02-04-2012 સુધી કચેરી ના સમય દરમ્યાન આર.ટી.ઓ. કચેરીમાં ફોમ
નં. 20 સાથે બંધ કવરમાં અરજી કરવા જણાવ્યુ છે.
તારીખ-
03-04-2012ના રોજ સવારે 10.00 કલાકે પસંદગીના નંબર ફાળવણી અંગેની કાર્યવાહી
કચેરીના પ્રથમ માળે આવેલ સભાખંડ ખાતે પસંદગી નંબર
ફાળવણી સમિતિ દ્વારા કરવામાં આવશે. સંબંધિત અરજદારોએ હાજર રહેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમદાવાદની
યાદીમાં જણાવ્યુ છે.
ગુજરાત
રાજયની જેલોના કેદી ભાઈઓ માટે ડિપ્લોમા અનુસ્નાતક અને માસ્ટર ડિગ્રીના
અભ્યાસક્રમોનું આયોજન
બ્રહ્માકુમારીજ
ઈશ્વરીય વિશ્વવિધાલય અને દક્ષિણ ભારતની અન્નામલાઈ યુનિવર્સિટીના સંયુકત ઊપક્રમે
સાબરમતી સેંટ્રલજેલ ખાતે મુલ્ય શિક્ષણ અને આધ્યાત્મિકતાના વિષયોનો ડિપ્લોમા અનુસ્નાતક અને માસ્ટર ડિગ્રી જેવા વિવિધ અભ્યાસ
ક્રમોનું આયોજન કેદી ભાઈઓ માટે કરવામાં આવેલ છે. જે ગુજરાત રાજયની નવ જેલોમાં કુલ
81 કેદીઓએ જેલ પ્રશાસનના સહયોગથી પ્રવેશ
મેળવ્યો છે. આ કાર્યક્રમ ચૌદ દિવસ ચાલશે. એમ અમદાવાદ મધ્યસ્થ જેલ અધિક્ષક શ્રી આર.
જે. પારગી ની યાદીમાં જણાવ્યુ છે.
આજે સાબરકાંઠા જિલ્લામાં
મહિલા સંમેલન યોજાશે
સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ
વિકાસ વિભાગ દ્વારા મહિલા સંમેલન તથા માતા યશોદા એવોર્ડ વિતરણ સમારંભ યોજાનાર છે. આજે
તારીખ 31 માર્ચ 2012 ના રોજ વૈશાલી સિનેમા ગ્રાઉન્ડ ખાતે મહિલા સંમેલન,માતા યશોદા
એવોર્ડ વિતરણ,કન્યા કેળવણી નીધિ સહાય વિતરણ તથા મહિલા ખેલાડીઓને પુરસ્કાર વિતરણ
સમારંભ યોજાનાર છે.
આ કાર્યક્રમમાં
શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા અને સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ ,સાંસદશ્રી
મહેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્યશ્રીઓ, બોર્ડ નિગમના ચેરમેનશ્રીઓ, જિલ્લા
પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તેમજ જિલ્લાના અગ્રણીઓ
અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે એમ જિલ્લા
કલેકટર કચેરીની અખબારી યાદીમાં જણાવાયું
છે.
જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જયસિંહ
ચૌહાણના અઘ્યક્ષ સ્થાને આજે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન ટાઉન હોલ, ગાંઘીનગર
ખાતે યોજાશે
માતા યશોદા એવોર્ડ, કન્યા કેળવણી નિઘિ-
પુરસ્કાર અને મહિલા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાશે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્રારા
મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંઘીનગર જિલ્લામાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જયસિંહ ચૌહાણના
અઘ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન તા. ૩૧મી માર્ચ-૨૦૧૨ના રોજ બપોરના
૧.૦૦ કલાકે ટાઉન હોલ, સેકટર-૧૭, ગાંઘીનગર ખાતે યોજાનાર છે. આ મહિલા સંમલેનમાં જિલ્લા
પ્રભારી મંત્રી શ્રી જયસિંહ ચૌહાણના હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર
આંગણવાડી કાર્યક્રર તથા તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ, માન.મુખ્ય મંત્રીશ્રી
કન્યા કેળવણી નિઘી તેમજ રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરેલ મહિલા ખેલાડીઓને
પુરસ્કાર અને સન્માન પત્ર અર્પણ કરવામાં આવશે.
જેમાં જિલ્લા કક્ષાના ૩ લાભાર્થી, તાલુકા/ઘટક
કક્ષાના ૨૦ લાભાર્થી અને નગરપાલિકાના ૪ લાભાર્થી મળી કુલ – ૨૭ લાભાર્થીઓને માતા
યશોદા એવોર્ડ અર્પણ કરવામાં આવશે. તેમજ કન્યા કેળવણી નિઘી અંતર્ગત કુલ-૬૦ કન્યાઓને
પુરસ્કાર આપવામાં આવશે. રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારી ૩૨ મહિલા
ખેલાડીઓનું પણ સન્માન કરીને પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.
આ પ્રસંગે મહેસુલ વિભાગના સચિવ અને જિલ્લા પ્રભારી
સચિવ શ્રી સી.એલ.મીના, જિલ્લા કલેકટર શ્રી પી. સ્વરૂપ, જિલ્લા વિકાસ અઘિકારી
શ્રી એમ.એ.ગાંઘી, મ્યુનિસિપલ કમિશનર શ્રી સી.આર.ખરસાણ સહિત સંસદ સભ્યશ્રીઓ,
ઘારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, મહાનગર પાલિકા, ગાંઘીનગરના મેયરશ્રી,
અને બોર્ડ-નિગમના ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહેશે.
આજે જિલ્લામાં
માતા યશોદા એવોર્ડ કાર્યક્રમ યોજાશે
મહેસાણા જિલ્લામાં પોલીસ પરેડ
ગ્રાઉન્ડ મહેસાણા ખાતે આજે બપોરે 12-00 કલાકથી સાંજે 05-00 કલાક દરમિયાન માતા
યશોદા એવોર્ડ યોજાનાર છે.મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મહિલા
સમંલેનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જિલ્લા કક્ષાના તથા મહેસાણા જિલ્લાની
શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ,માન
મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધી તેમજ રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરેલ
મહિલા ખેલાડીઓને માન.મંત્રીશ્રી,પાણી પુરવઠા,જળ સંપત્તિ શહેરી વિકાસ અને શહેરી ગૃહ
નિર્માણ શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે એનાયત કરવામાં આવશે. આ સમારોહમાં જિલ્લા
કક્ષાની 6 બહેનો,તાલુકા,ઘટક તથા નગરપાલિકા કક્ષાની 90 બહેનોને માતા યશોદા એવોર્ડ
આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાની 142 કન્યાઓને પુરસ્કાર આપવામાં આવશે,. આ
સિવાય 145 મહિલા ખેલાડીઓને એવોર્ડ આપવામાં
આવશે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં
હાજર રહેવા કલેકટરશ્રી રાજકુમાર બેનીવાલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.એન.ઠકકરે
જાહેર જનતાને અપીલ કરી છે.
આજે એક કલાક વીજળી બચાવી અર્થ અવર દિન ઉજવવા અધિક
કલેકટરશ્રીનો નાગરિકોને અનુરોધ
પર્યાવરણમાં થતા પરિવર્તનોથી
સહુ કોઇ ચિંતિત છે એક સામાન્ય નાગરિક પણ પોતાના નાનકડા યોગદાન દ્વારા અર્થ અવર
દિનની ઉજવણી કરી શકે છે. બનાસકાંઠા નિવાસી અધિક કલેકટરશ્રી દ્વારા જણાવાયું છે કે,
માર્ચ મહિનાના છેલ્લા દિવસની રાતે એક કલાક સ્વેચ્છાએ વીજળી બંધ રાખી નાગરિકો
અર્થ અવર દિનની ઉજવણી કરી શકે છે. ૩૧
માર્ચ-૨૦૧૨ ના રોજ રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ દરમ્યાન સ્વેચ્છાએ ઘર અને ઓફિસમાં લાઇટો
બંધ રાખી આ ઉજવણીને સાર્થક કરવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ
મહિનાના છેલ્લા શનિવારની રાત્રે એક કલાક સ્વેચ્છાએ વીજકાપ અપનાવી અર્થ અવરની
ઉજવણી કરવામાં આવે છે. ૨૦૦૭ ના વર્ષથી વધુને વધુ દેશો અને લોકો સહભાગી બનતા રહે
છે. ૨૦૧૧ ના વર્ષમાં વિશ્વના ૧૩૫ દેશોના ૫૨૦૦ થી વધુ શહેરોના ૧.૮ અબજથી વધુ લોકોએ
અર્થઅવરની ઉજવણીમાં ભાગ લીધો હતો.
જવાહર નવોદય
વિધાલય દાંતીવાડા ખાતે ધોરણ-૯ માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિધાર્થીઓ જોગ.
જવાહર નવોદય વિધાલય દાંતીવાડા,
જિલ્લો- બનાસકાંઠા ખાતે ધોરણ-૯ માં પ્રવેશ માટે લેટરલ પ્રવેશ પરીક્ષા-૨૦૧૨ ફોર્મ
મેળવવા ઇચ્છતા બનાસકાંઠા જિલ્લાના તમામ બાળકોને જણાવતાં આનંદ થાય છે કે, આ
વિધાલયમાં રહેવા, જમવા તેમજ ઉચ્ચ શિક્ષણ વિના મૂલ્યે આપવામાં આવે છે. જેના ભાગરૂપે
આ જિલ્લાના ધોરણ-૮ માં ચાલુ શૈક્ષણિક વર્ષ-૨૦૧૧-૧૨ માં અભ્યાસ કરતા હોય તેમજ કે
જેઓ તા.૧/૫/૧૯૯૬ થી તા.૩૦/૪/૨૦૦૦ દરમ્યાન જન્મેલ હોય તેવા વિધાર્થીઓ આ પ્રવેશ
પરીક્ષા આપી તેમાં પસંદગી પામી વિધાલયમાં પ્રવેશ મેળવી શકે છે. ઇચ્છુક વિધાર્થીઓએ
પ્રવેશ ફોર્મ નવોદય વિધાલય, દાંતીવાડા ખાતેથી તા.૨૩/૩/૨૦૧૨ બાદ વિધાલય સમય (સવારના
૯-૩૦ થી સાંજન ૫-૦૦ કલાક) દરમ્યાન ફોર્મ પ્રાપ્ત કરી ફોર્મની વિગતો પુરેપરી ભરીને
જવાહર નવોદય વિધાલય, દાંતીવાડા ખાતે તા.૧૬/૪/૨૦૧૨ સુધીમાં સાંજે ૪-૦૦ વાગ્યા
સુધીમાં રૂબરૂમાં ફરજીયાતપણે ફોર્મ જમા કરાવવાના રહેશે. આ પ્રવેશ પરીક્ષા
તા.૬-૫-૨૦૧૨ ના રવિવારના રોજ જવાહર નવોદય વિધાલય, દાંતીવાડા ખાતે લેવામાં આવશે.
અધુરી વિગતવાળા ફોર્મ માન્ય ગણાશે નહીં. એસ.સી.,એસ.ટી, જાતિ તેમજ વિકલાંક
ઉમેદવારોએ ફોર્મ સાથે અનામત સંવર્ગના દાખલાની નકલ અચૂક જોડવાની રહેશે.તેવું નવોદય
વિધાલયના આચાર્યશ્રીએ જણાવ્યું છે.
નાસાના અવકાશયાત્રી
કેપ્ટન જોન મેકબ્રાઇડે પાટણની મુલાકાત લીધી
બાળકોને અવકાશયાત્રી બનવા
પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું
નાસાના અવકાશયાત્રી કેપ્ટન જોન
મેકબ્રાઇડનો જન્મ ૧૪ ઓગસ્ટ ૧૯૪૩માં થયો હતો. નેવીમાં ફાયટર પાટલોટ તરીકે ૧૨ વર્ષ
અને નાસામાં ૧૪ વર્ષની સેવા આપી હતી. ૨ વર્ષ ટેસ્ટ પાયલોટ તરીકે સેવા બજાવી હતી.
સને ૧૯૮૪માં નાસા દ્વારા સ્પેશ સટલ ચેલેન્જરમાં અવકાશયાત્રી તરીકે જનાર સાત
અવકાશયાત્રીઓના કેપ્ટન તરીકે ફરજ બજાવી હતી.
હાલમાં કેપ્ટન જોન ઇન્ટરનેશનલ એસ્ટ્રોનટ
એસોસીએશનના પ્રમુખ અને નાસા એજયુકેશન ડીપાર્ટમેન્ટના હેડ તરીકે સેવાઓ બજાવે છે.
નાસાના અવકાશયાત્રી કેપ્ટન જોન મેકબ્રાઇડે
રાણીની વાવની મુલાકાત લીધી હતી. રાણીની વાવ જોઇને ભાવવિભોર બન્યા હતા.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોલમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત
યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતી હેમાક્ષીબેન રાવ, જિલ્લા કલેકટરશ્રી
જે.જી.હિંગરાજીયા, ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષણવિદો સાથે મુલાકાત કરી અભ્યાસક્રમોની
માહિતી મેળવી હતી.
પાટણ શહેરની ભગવતી ઇન્ટરનેશલ સ્કુલ,
એમ.કે.સ્કુલ, ઓકસફર્ડ ઇગ્લીંશ સ્કુલ, પાયોનીયર સ્કુલ અને કતપુરની સરકારી એન્જીનીયરીંગ
કોલેજની મુલાકાત લઇ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિચાર ગોષ્ઠી કરી હતી.
વિદ્યાર્થીઓને અવકાશયાત્રીના અનુભવોની જાણકારી આપી હતી અને અવકાશયાત્રી બનવા માટે
માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતના વડોદરા, અમદાવાદ અને આણંદની શાળાઓના
વિદ્યાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કર્યા હતા.
એશીયન અમેરિકન સ્ટોર ઓનર્સ
એસોસીએશનના ડાયરેકટરશ્રી વિપુલ પટેલ અને ર્ડાકટર ગુડવીલ ફાઉન્ડેશન, યુ.એસ.એ.ના
મેમ્બરશ્રી કાન્તીલાલ ભાલાનીએ પ્રવાસમાં સહયોગ આપ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો