રાજકોટમાં વિશાળ મહિલા સંમેલન યોજાયું; નારી શક્તિનું અદકેરૂ સન્માન
ગ્રામ વિકાસ
રાજ્ય મંત્રી મોહનભાઇ કુંડારિયાના
હસ્તે ૪૨૧ વિશેષ
મહિલા પ્રતિભાઓને રૂ.૩પ લાખના પુરસ્કાર
અર્પણ કરાયા
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી મહિલા
સંમેલનમાં ઉપસ્થિત
નારીશક્તિને સંબોધન
કર્યુ
રાજકોટ, રાજકોટ શહેરમાં રેસકોર્સના
રમેશભાઇ પારેખ રંગભવનના વિશાળ
મેદાનમાં રાજ્ય
સરકારનાં મહિલા અને બાળ
વિકાસ વિભાગ દ્વારા યોજવામાં આવેલા મહિલા
સંમેલનમાં ભારતદેશના ભાવિ
સમાન બાળક ોને આંગણવાડી કેન્દ્રમાં
ઉછેરવાનું મહામૂલુ કાર્ય
કરતી બહેનોને માતા યશોદા એવોર્ડ થી
વિભૂષિત કરવા ઉપરાંત અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થિનીઓને કન્યા કેળવણી નિધિમાંથી પુરસ્કાર અને મહિલા
ખેલાડીઓને એવોર્ડ ગ્રામ
વિકાસ રાજ્યમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા તથા મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા.
આ વિશાળ મહિલા સંમેલનનો પ્રારંભ સાંસ્કૃતિક કાર્યક્રમ ોથી કરવામાં આવ્યો
હતો. રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ મંગલ દીપ પ્રગટાવી સંમેલનનો પ્રારંભ કરાવ્યો
હતો. આ સંમેલનમાં આંગણવાડીના ૧૧૮ મહિલા સંચાલક-કાર્યકર ોને રૂ. ર૦.૦૮ લાખના
માતા યશોદા એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા હતા અને ર૦પ જેટલી બાળાઓને મુખ્યમંત્રીશ્રી
કન્યા કેળવણી નિધિમાંથી ૧૦.૬૧ લાખના પુરસ્કાર, ૯૮ મહિલા ખેલાડીઓને રૂ.૪.૨૭ લાખના
પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ તમામ બાળાઓએ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં
વિશેષ સિધ્ધિ પ્રાપ્ત કરી છે.
આ રાજયવ્યાપી મહિલા સંમેલનના ભાગરૂપે અમદાવાદ ખાતે યોજાયેલા
મહિલા સંમેલનમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલા સંબોધનનું જીવંત
પ્રસારણ આ મહિલા સંમેલનમાં થયું હતુ. જેને મહિલાઓએ રસપૂર્વક સાંભળ્યું હતું.
મહિલાઓને માતા યશોદા એવોર્ડ તથા મહિલા ખેલાડીઓને સન્માન કરતાં
ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યુ હતુ કે ગુજરાત રાજયની સ્થાપના
પછીના ઇતિહાસમાં સૌ પ્રથમ વર્ષ ર૦૦૧ના વર્ષમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ
રાજ્યમાં મહિલા સશકિતકરણ અને બાળ વિકાસ માટે એક અલાયદા વિભાગની રચના કરી છે અને ત્યાર પછી મહિલાઓના વિકાસ અને કલ્યાણ
માટે શ્રેણીબધ્ધ યોજનાઓનો નક્કર અમલ થઇ રહ્યો છે. સમાજમાં કન્યાઓનું ગૌરવ વધે તે
માટે અને સમાજમાંથી સ્ત્રીભૃણ હત્યા નાબૂદ કરવા બેટી બચાવોનો નાદ બુલંદ કર્યો
છે.
મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતુ કે મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં મહિલા અને બાલ કલ્યાણ ક્ષેત્રે છેલ્લા
૧૦ વર્ષમાં નોંધપાત્ર કામ થયું છે. ગરીબ પરિવારનાં ગંભીર બિમારીથી પીડાતા બાળકોને
સરકારી ખર્ચે ઉચ્ચકક્ષાની સારવાર અપાતા ગરીબ પરિવારના આવા બિમાર બાળકોના જીવ બચી
ગયા છે.
મહિલા ખેલાડીઓને બિરદાવતા રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ
જણાવ્યુ હતુ કે દર વર્ષે ખેલા-મહાકુંભનું આયોજન થતા મોટી સંખ્યામાં મહિલા રમતવીરો
ખેલકૂદક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવી શકી છે. કન્યા કેળવણીને કારણે ગામડાની
બહેનો પણ ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ઘડી રહી છે.
મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યુ હતુ કે ગરીબ અને નબળા
પરિવારના બાળકોના આરોગ્ય અને પોષણની કાળજી લઇ શકાય તે માટે આંગણવાડીની સેવા
મહત્વની છે. જેથી તેમાં સેવા આપતા મહિલા કાર્યકરો અને મદદનીશો ખરા અર્થમાં માતા
યશોદા જેવી ફરજો બજાવે ને ગરીબ પરિવારોનો વિશ્વાસ હાંસલ કરે તેમણે જણાવ્યુ હતુ કે
રાજ્યમાં સખી મંડળો દ્વારા રૂ. ૧૬૦૦ કરોડનો કારોબાર મહિલાઓ સંભાળી રહી છે.
આ મહિલા સંમેલનમાં રાજકોટના મેયરશ્રી જનકભાઇ કોટક, જિલ્લા
પંચાયત પ્રમુખ શ્રીમતિ હંસાબેન પારેધી, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ તેમજ
શ્રી કાંતિભાઇ અમૃતીયા, શ્રી પ્રવિણભાઇ માંકડીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી
જશુબેન કોરાટ, ડેપ્યુટી મેયર શ્રીમતી દીપાબેન ચીકાણી, લોધીકા તાલુકા પંચાયતના
પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, લાલજીભાઇ સાવલીયા, ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો
ઉપરાંત કલેક્ટરશ્રી રાજેન્દર કુમાર, મ્યુનિસિપલ કમિશનર શ્રી અજય ભાદુ અને જિલ્લા
વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાય વગેરેના હસ્તે બહેનોને એવોર્ડ એનાયત થયા હતા.
શરૂઆતમાં જિલ્લા પંચાયત સંકલીત બાળ વિકાસ યોજનાના ઇનચાર્જ
પ્રોગ્રામ ઓફિસર પ્રફુલ્લાબેન ચૌહાણએ સ્વાગત
પ્રવચન કર્યું હતું, જ્યારે પડધરીના સી.ડી.પી.ઓ. સુશ્રી ભારતીબેન મહેતાએ આભારદર્શન
કર્યુ હતુ કાર્યક્રમનું સંચાલન નિર્મળાબેન જોશીએ કર્યુ હતું.
આ મહિલા સંમેલનમાં આયોજનમાં જિલ્લા વહિવટી તંત્ર સાથે મુખ્યત્વે
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય અને સંકલિત બાળ વિકાસ વિભાગના તેમજ આરએમસી, શિક્ષણ
વિભાગ અને રમત-ગમત કચેરીનાં અધિકારીઓ-કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં
રાજકોટ જિલ્લાની તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
‘ગુજરાતી ફિલ્મોઃ દશા
અને દિશા’- હરકોઇને કંઇક કહેવું છે !
‘કાલે અમે હોઇએ ન
હોઇએ, અમે અમારી કલાકારી દ્વારા ઉડાડેલો ગુલાલ છવાયેલો રહેવાનો છે’
-અભિનેતા ઉપેન્દ્ર
ત્રિવેદી
એ.ડી.શેઠ ડિપાર્ટમેન્ટ
ઓફ જર્નાલીઝમ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)ના ઉપક્રમે ‘ગુજરાતી ફિલ્મો: દશા અને દિશા’
સેમીનાર સંપન્ન
વિદ્વાન વકતાઓ
સર્વશ્રી અભિજીત વ્યાસ, પરેશ નાયક, કનુભાઇ પટેલ,
રવિન નાયક, નૈતિક રાવલ, રજનીકુમાર પંડયા, કૌશિકભાઇ મહેતા, કુલપતિ મહેન્દ્રભાઇ
પાડલીયાના મનનીય વકતવ્યો
વફાદારીથી કામ કરશો તો
ગુજરાતી ફિલ્મને તેના પ્રેક્ષકો જરૂર પાછા મળશે. . . ગુજરાતી ફિલ્મો સાથે કશુંક
અજુગતું બન્યું છે. . . એક સમય હતો ગુજરાતી ફિલ્મ રજૂ થવાની હોય તો હિન્દી ફિલ્મે
રોકાઇ જવું પડતું. . . ગુજરાતી ગીતોમાં
ગુજરાતીપણુ ખૂટે છે . . . ‘ઢોલીવુડ’ શબ્દપ્રયોગ બરાબર નથી. . . ગુજરાતી ફિલ્મો
ચાલતી નથી તે હકીકત છે. . . . . ફિલ્મ બનાવનારાઓની નિસબત અને કસબમાં પણ ઓટ આવી
છે.. . . . .
રાજકોટ
‘ગુજરાતી ફિલ્મના પ્રેક્ષકો
તો કોરી પાટી લઇને બેઠા છે, તમે જેવા અક્ષરો પાડશો તેવા પડશે. સવાલ છે તમારી
વફાદારીનો. અમે આવ્યા ત્યારે અમારા પુરોગામી ફિલ્મ કલાકારો મનહર દેસાઇ, મહેશ
દેસાઇ, છનાલાલ કે અસરફખાનને અમે નકાર્યા નહોતા પણ અમારે ફાળે જે સમય આવ્યો એ
સમયનું અમે નેતૃત્વ કર્યુ હતું. કાલે અમે હોઇએ કે ન હોઇએ પણ અમે અમારી કલાકારી
દ્વારા ઉડાડેલો ગુલાલ કાયમ છવાયેલો રહેવાનો છે.’
રાષ્ટ્રીય સ્તરે કંઇ કેટલાય
ગુજરાતી કલાકારો, કસબીઓ, સંગીતકારો ફિલ્મ નિર્માણક્ષેત્રે વિજય પતાકાઓ લહેરાવી
રહ્યા છે ને તોય ઘર આંગણે-‘ઢોલીવુડ’ કહેવાતા ગુજરાતમાં ગુજરાતી ફિલ્મોની કફોડી
દશા શા માટે છે ? તેના ચિંતન અને મનન તથા કંઇ
દિશા મળી રહે અને ગુજરાતી ફિલ્મોને તેના પ્રેક્ષકો પુનઃ પાછા મળે તેવા આશયે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાંગણમાં શ્રી એ.ડી.શેઠ ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલીઝમ
(સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)ના
ઉપક્રમે યોજાયેલા પૂરા દિવસના ‘ગુજરાતી ફિલ્મોઃ દશા અને દિશા’ વિષય પર યોજાયેલા
સેમિનારમાં અભિનયસમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી આમ કહી રહ્યા હતા.
ગુજરાતી ફિલ્મો નથી
ચાલતી ? તો હવે શું કરવાનું છે? એવા ચર્ચાતા સવાલ પર મનનીય પ્રકાશ પાથરતા શ્રી
ઉપેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે જેમ જહાજના કેપ્ટનને તોફાન સામે ફરિયાદ કરવાનો
કોઇ અધિકાર નથી તેમ ગુજરાતી ફિલ્મ બનાવનારાઓને પણ તેની સામેના પડકારો-પ્રશ્નો
સામે ફરિયાદ કરવાનો પણ કોઇ અધિકાર નથી. નિષ્ઠા અને વફાદારી સાથે ફિલ્મો બનાવી
આજના પ્રેક્ષકોને સંતોષ આપવો એ આપણી ફરજ છે, તેથી થાકયા વિના મહેનત કરશો તો જરૂર
એના ફળ આજે નહિ તો કાલે મળશે જ અને ગુજરાતી ફિલ્મોને તેના કદરદાન પ્રેક્ષકો પાછાં
મળશે જ.
ગુજરાતી ફિલ્મ બનાવવી
હોય તો પહેલી શરત ભાષા ગુજરાતી પ્રત્યે પ્રેમ હોવો તે છે, તેથી કલા અને ભાષાને
બાજુએ મૂકીને સારી ગુજરાતી ફિલ્મ નહીં જ બનાવી શકાય એમ
જણાવી શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે અંગ્રેજીની તુલનાએ અનેકઘણું ઉત્તમ
સાહિત્ય આપણા સાહિત્ય અને લોકસાહિત્યમાં પડયું છે તેને ફિલ્મો દ્વારા
નિરૂપવામાં આપણે નાનમ ન અનુભવવી જોઇએ.
તેમણે એમ પણ કહ્યું કે
ગુજરાતી ભાષાનો ઓચ્છવ સૌ પ્રથમ પ્રેમાનંદ, તે પછી ગુજરાતી ફિલ્મો અને પ્રર્વતમાન
સમયમાં સંતશ્રી મોરારિબાપુએ બહુજ અધિકારપુર્વક ઉજવ્યો છે.
અન્ય રાજયોની પ્રાદેશિક ભાષામાં બનેલી ફિલ્મો
જયારે રાષ્ટ્રીય સ્તરે પોંખાતી થઇ છે ત્યારે ગુજરાતી ફિલ્મોની અવદશા શા કારણે
છે ? ગુજરાતી ફિલ્મો બને છે તો ચાલતી કેમ નથી ? પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મથી કેમ
વિમુખ થયાં છે ? ગુજરાતી ફિલ્મોને શું તેના સોનેરી દિવસો પાછા મળશે ? જેવા કેટલાક
અનુત્તર રહેલા સવાલોના જવાબો મેળવવા અને મંથન કરવા આજે સેમિનારમાં જુદા જુદા વિષયો
પર વકતવ્યો યોજાયાં હતા. જેમાં ‘ફિલ્મ કલાઃપ્રવાહો, પરિવર્તનો, પ્રશ્નો (ગુજરાતી
ફિલ્મના સંદર્ભમાં)’ પર શ્રી પરેશ નાયકે,‘ફિલ્મ નિરૂપણગત અભ્યાસ’ પર શ્રી
કનુભાઇ પટેલે, ‘ગુજરાતી ચિત્રોમાં ગીત સંગીત’ પર શ્રી રવિન નાયકે, ‘ગુજરાતી ફિલ્મો
અને લોકકથાઓ’ પર શ્રી રાજુલ દવેએ અને ‘ગુજરાતી ફિલ્મોમાં નવા પ્રવાહો’ પર યુવા ફિલ્મ
નિર્માતા શ્રી નૈતિક રાવલે પ્રથમ સત્રમાં મનનીય પ્રવચનો આપ્યા હતા.
ગુજરાતી ફિલ્મોના ઘીર-ગંભીર અભ્યાસુ અને
અવલોકનકાર શ્રી અભિજિત વ્યાસે સેમિનારના પ્રથમ સત્રનું સુંદર અને ભાવવાહી સંચાલન
કર્યુ હતુ અને સમગ્ર સેમિનારની ભૂમિકા ખુલ્લી કરી આપી હતી.
જયારે બીજા સત્રમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના
કુલપતિશ્રી મહેન્દ્રભાઇ પાડલિયાની અધ્યક્ષતામાં યોજાયેલા સત્રમાં સર્વશ્રી
રજનીકુમાર પંડયા, કૌશિકભાઇ મહેતાએ પ્રસંગોચિત વકતવ્યો આપ્યા હતા.
ગુજરાતી ફિલ્મો દ્વારા સાંસ્કૃતિક આંદોલનનો
આશય છે એમ જણાવી ફિલ્મ નિર્માતા પરેશ નાયકે સવાલ ઉઠાવ્યો હતો કે ગુજરાતી ફિલ્મો
પાછી પડી છે તેમાં મૂળભૂત પ્રશ્ન આપણી દાનત અને ઇરાદાનો છે, શું આપણે આપણી ગુજરાતી
ફિલ્મોને જીવાડવા પ્રયત્નશીલ છીએ ખરા ? તો વલ્લભવિદ્યાનગરના અભ્યાસુ વકતા શ્રી
કનુભાઇ પટેલે એક સમયે ગુજરાતી ફિલ્મ રજૂ થવાની હોય ત્યારે હિન્દી ફિલ્મોએ
રીલીજ થવામાં રોકાઇ જવું પડતું હતું, તે સોનેરી દિવસોને યાદ કરીને વેદનાસભર સ્વરે
એવો પ્રશ્ન મૂકયો હતો કે આ સ્થિતિ માટે કોણ જવાબદાર ?
ગુજરાતીઓને ઇન્ટેલેકચ્યુઅલ માનસિકતા ઘેરી વળી
છે અને તેથી ભારતીય ફિલ્મ ઉદ્યોગનો પાયો જે ગુજરાતમાંથી નખાયો હતો તેની ફિલ્મોના
આજે માઠાં દિવસો ચાલે છે, તેવો સંતાપ વ્યકત કરી શ્રી કનુભાઇએ કહ્યું કે ગુજરાતી
ફિલ્મો સાથે કશુંક અજુગતું થયું છે. પ્રેક્ષકની સૌંદર્ય અને મનોરંજનની વિભાવના
જુદી થઇ ગઇ છે, તેથી આજે હવે ચાલે તેવી જ ફિલ્મો બનાવવાનો રિવાજ બન્યો છે. સાથે
સાથે ફિલ્મ બનાવનારાઓની નિસબત અને કસબમાં પણ ઓટ આવી છે.
ગુજરાતી ચલચિત્ર સંગીતના અભ્યાસુ અને એની સાથે
સીધી રીતે જોડાયેલા વડોદરાના શ્રી રવિન નાયકે જૂના ગુજરાતી ચલચિત્રોના આજે પણ
સદાબહાર રહેલા અને ગુજરાતી ભાષાની મહેકથી તરબતર રહેલા અનેક ગુજરાતી ગીતો અને તેની
મિમાંશા રજૂ કરીને કહ્યું હતું કે આજે ગુજરાતી ગીતોમાં ગુજરાતીપણું ખૂટે છે. તેમણે
છેક ૧૯૩૬ થી આજ સુધીના ગુજરાતી ફિલ્મી ગીતોની એક ઝલક એમના વકતવ્યમાં અભ્યાસપુર્ણ
રીતે રજૂ કરી હતી.
લોકકથા સાહિત્યના અભ્યાસુ એવા રાજકોટના રાજુલ
દવેએ કહ્યું કે આપણી લોકકથાઓ કે જે હંમેશા સંસ્કૃતિ સાથે વણાયેલી છે, તેને ફિલ્મ
રૂપે રજૂ કરતી વેળાએ કેવળ મનોરંજન અને નહિ કે સંસ્કૃતિ જ અભિપ્રેત હોય છે, તેથી
પણ ગુજરાતી ફિલ્મોની દશા બેઠી છે. ગુજરાતી ફિલ્મો માટે ‘ઢોલીવુડ’ જેવા શબ્દપ્રયોગ
સામે પણ પોતાની નારાજી વ્યકત કરી શ્રી દવેએ આપણી અમર કૃતિઓને ચલચિત્રનો અવતાર
આપવામાં કયાંક આપણે ઊણા ઉતરીએ છીએ એવો પણ ભય વ્યકત કર્યો હતો.
યુવા ફિલ્મકાર સુરતના શ્રી નૈતિક રાવલે
‘ગામડું, ગોકીરો ને ગરબો’ જેવી પ્રચલિત થીમથી હટકે બનાવેલી પોતાની ગુજરાતી ફિલ્મનો
પ્રોમો રજુ કરીને યુવા પ્રેક્ષકો સાથે મુકત મનના સૂચનો/પ્રતિભાવો પણ માંગ્યા હતા.
થિયેટરમાં ગુજરાતી
ફિલ્મો નથી ચાલતી તે હકીકતનો નિર્દેશ કરી તંત્રી-‘ફુલછાબ’ શ્રી કૌશિકભાઇ મહેતાએ
પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે ગુજરાતી ફીલ્મોની સંખ્યા વધી છે પણ સ્તર
નીચું ગયું છે તેના કારણમાં નફાનો ઉદે્શ કેન્દ્ર સ્થાને છે. જયારે જાણીતા લેખક
શ્રી રજનીકુમાર પંડયાએ ગુજરાતી ફિલ્મોની દાયકાવાર સ્થિતિ પર વિહંગાવલોકન રજૂ કરી
ગુજરાતી ફિલ્મોની આજની તસ્વીર નકારાત્મક ઉપસી હોવાનો મત વ્યકત કર્યો હતો.
જયારે બીજા સત્રના અધ્યક્ષસ્થાનેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી મહેન્દ્ર
પાડલિયાએ ગુજરાતી ફિલ્મોના વિકાસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ પોતાના યોગદાન
માટે જે થઇ શકશે તે કરવાની તત્પરતા બતાવી હતી.
આ સેમિનારમાં પીઢ ફિલ્મ લેખક શ્રી રામજીભાઇ
વાણીયાનું શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. જયારે આયોજક
સંસ્થાના મુખપત્ર ‘લક્ષ્યવેદ્ય’નું લોકાર્પણ પણ થવા પામ્યું હતું.
આ સેમિનારના બીજા સત્રનું સંચાલન શ્રી મેહૂલ
દવેએ કર્યુ હતુ અને આભારવિધિ શ્રી તુષાર ચંદારાણાએ કર્યુ હતું. આ સેમિનારને સફળ
બનાવવા તૃપ્તિ વ્યાસ, ડો. યશવન્ત હિરાણી, એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનના છાત્રોએ
ભારે જહેમત ઉઠાવી હતી.
આ સેમિનારમાં સર્વશ્રી અમરકુમાર જાડેજા, યજ્ઞેશ
દવે, મહેશકુમાર મકવાણા, સંયુકત માહિતી નિયામકશ્રી નટુભાઇ પરમાર,
પત્રકારશ્રીઓ-સાહિત્યકારો, ગાર્ડી જર્નાલીઝમ અને ફિલ્મ ઇન્સ્ટીટયુટના છાત્રો
સૌ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ‘ગુજરાતી ફિલ્મોઃ દશા અને દિશા’ પર વિવિધ
પેપરો પણ રજૂ થવા પામ્યા હતા અને જીવંત ચર્ચા પણ થવા પામી હતી.
મોરબીનાં
આંગણવાડી હેલ્પર કનાઇબેન છૈયા ગરીબ બાળકોને પ્રેમથી આંગણવાડીમાં લાવે છે
રાજકોટ
મોરબીના નવા નાગડાવાસના ગરીબ બાળકો એકદમ વ્યવસ્થિત દેખાય છે.
તેની પાછળ આંગણવાડી હેલ્પર શ્રીમતિ કનાઇબેન છૈયાની જહેમત દેખાય છે.
અહીં
આવતા બાળકોના પીવા માટે આગલા દિવસે ઉકાળેલું પાણી કનાઇબેન તૈયાર કરે છે. માથામાં
તેલ નાખી આપે છ. વધેલા નખ કાપી આપે છે. દર માસના પુનમ, અમાસ, પહેલી તારીખ અને મમતા
દિવસે કનાઇબેન આંગણવાડીમાં તિથિભોજન માટે બાળકોને લાવે છે અને તેમના સુધી રાજય
સરકારની યોજનાઓન લાભો પહોંચાડવાની તકેદારી રાખે છે. ગ્રામવિકાસ રાજયમંત્રીશ્રી
કુંડારીયાના હસ્તે આજે કનાઇબેનનું સન્માન કરાયું હતું
સદણના
આબેદાબેનનાના પુત્રનું હૃદયરોગનું ઓપરેશન વિનામુલ્યે થયું
જસદણ આંગણવાડીના કાર્યકરોએ ઉગતા ફુલને મુરઝાતું બચાવ્યું
રાજકોટ
જસદણના
આબેદાબેનને ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ દીકરો અવતર્યો, પરંતુ તે રડયો નહીં. એટલે
ડોકટરોએ તપાસ કરીને હૃદયરોગનું નિદાન કર્યુ. આબેદાબેન પરતો આભ તુટી પડયું.
પરંતુ ગરીબોના કલ્યાણ અર્થે કાર્યરત
રાજય સરકારની આંગણવાડીના સીડીપીઓ શ્રીમતિ કોકિલાબેન જોષી, સુપરવાઇઝર જેસાણી
રશીદાબેન અને વર્કર શ્રીમતિ ધુધલ વાલીબેને રસ લઇને આબેદાબેનને રાજકોટની સિવિલ હોસ્પીટલમાં
લઇ ગયા. ત્યાંથી ડોકટર્સની ભલામણ મુજબ આબેદા બેનના પુત્રનું અમદાવાદ સિવિલ હોસ્પીટલના
યુ.એન.મહેતા હાર્ટ ડીપાર્ટમેન્ટ ખાતે અંદાજે સાડા ત્રણ લાખના ખર્ચનું હૃદયરોગનું
ઓપરેશન તદન વિનામૂલ્યે કરી અપાયુ. અને એ પણ બાળકના જન્મના ત્રીજા જ દિવસે. આજે
તો આબેદાબેનનો પુત્ર બે વર્ષનો થઇ ગયો છે. દર છ માસે અમદાવાદ ખાતે તેનું વિનામુલ્યે
ચેકીંગ કરી આપવામાં આવે છે. આબેદાબેને આજે રેસકોર્સ ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં
તેમનો ચિતાર રજુ કર્યો ત્યારે ઉપસ્થિત તમામ લાગણીસભર બની ગયા હતા.
બહેનોને
સખીમંડળમાં અને બાળકોને આંગણવાડીમાં મોકલીને ગામડાને પણ સધ્ધર બનાવતા એવોર્ડ વિનર
આંગણવાડી વર્કર શ્રીમતિ હુલ્લાસબા ગોહિલ
રાજકોટ
ગામડાની બહેનો કેમ ઉંચી આવે, તેની સતત ચિંતા કરતા આંગણવાડી
વર્કર શ્રીમતિ હુલ્લાસબા ગોહિલને આજે ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ
કુંડારીયાએ મહીલા સંમેલનમાં પુરસ્કાર આપી નવાજયા હતા.
વાંકાનેર
તાલુકાના નવા વઘાસિયા ગામના મમતા આંગણવાડી નં. ૮૦ના આંગણવાડી વર્કર શ્રીમતિ ગોહિલ
તેમના કેન્દ્રમાં દર સોમવારે અને ગુરુવારે ફળનું વિતરણ કરે છે. દર માસની સાતમી
તારીખે માતાઓની મિટીંગ યોજે છે. તેમના બાળકોની પ્રગતિથી તેમને વાકેફ કરે છે. માસના
બીજા ગુરુવારે રસોઇ શોનું આયોજન કરે છે. જેમાં આંગણવાડીમાંથી અપાતા પ્રિમીકસના
પેકેટમાંથી બનતી વાનગીઓ ગામની બહેનો સમક્ષ નિદર્શન રજુ કરે છે. દર માસના ચોથા
શુક્રવારે બાળકોને અન્નપ્રાશન કરાવે છે. દર માસે એક દિવસ મમતા દિવસ ઉજવવામાં આવે
છે. જેમાં સવારે બાળકોને રસી મુકવામાં આવે છે. બપોર પછી તરૂણી મમતા દિવસની ઉજવણી
અંતર્ગત ગામની તરૂણીઓને આર્યનની ટીકડીઓ અને ટીટનસની રસી મુકવામાં આવે છે.
હુલ્લાસબાએ
ગામની રપ૦ બહેનોને રર સખીંમડળોમાં ગોઠવીને પગભર થવામાં મદદ કરી છે. આ સખીમંડળોને
૩૦ હજાર સુધીની લોન પણ આપવામાં આવી છે. પોતાના ગામની બહેનો અને બાળકોના કલ્યાણની
સતત ચીંતા કરતા હુલ્લાસબા જેવા બહેનો ખરેખર અભિનંદનને પાત્ર છે. આ બહેનને જિલ્લા
કક્ષાનો એવોર્ડ મળતા તેનો તેમણે આનંદ વ્યકત કર્યો હતો.
પ્રભુનું કાર્ય કરી, દેશના ભાવિમાં કલમ પૂરી રહ્યા છેઃ
-કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ
સંઘાણી
જિલ્લા પંચાયતના
પટાંગણમાં સર્વ શિક્ષા
અભિયાન અંતર્ગત મહિલા સંમેલન યોજાયુ
અમરેલી
જિલ્લા
પંચાયત-અમરેલીના પટાંગણમાં સર્વ શિક્ષા
અભિયાન અંતર્ગત પ્રાથમિક શિક્ષણમાં આમૂલ પરિવર્તન અને મહિલાઓમાં
જાગૃત્તિ લાવવાના હેતુથી મહિલા સંમેલન
યોજાયુ હતુ.
દીપ પ્રાગ્ટય કરી કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું
હતુ કે, કુંભાર માટીને ચાકડે ચડાવતા પૂર્વે ઘણી મહેનત લે છે ત્યારે માટીના
પીંડને ઘાટ આપી
શકે છે તેવી જ રીતે બાળ ક ના ઘડતર
માટે ઘણી મહેનત અને ધીરજની આવશ્યકતા
રહે છે. બાળ ઉછેરની જવ ાબ દાર ી
એ ઇશ્વરીય કાર્ય
છે, આંગણવાડીની બહેનો પ્રભુનું કાર્ય કરી, દેશના ભાવિમાં કલમ પૂરી રહ્યા છે.
મંત્રીશ્રીએ ઉર્મેયુ હતું કે, શિક્ષણ નું મહત્વ સમજી ન શકતા
લોકોએ તેના બાળકને
શાળાએ મૂકવાની તજવ ીજની
ખબર ન હોય અને
રોજગારી માટે સ્થળાંતર કરતા પરિવારોના બાળકો માટે સર્વ શિક્ષા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
માત્ર શિક્ષણ જ નહિ પરંતુ આરોગ્યની સેવામાં વધારો થાય ઉપરાંત કુપોષણની પૂર્તતા કરવાની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે.
મહિલા સંમેલનમાં ઉદેશતા મંત્રીશ્રી સંઘાણીએ જણાવ્યુ
હતુ કે, બાળક ોના
ઘડતર કરતા આંગણવાડીની યશોદા માતાઓને, કોઇ ગરીબ પરિવારનો બાળક સારી નોકરી કે વ્યવસાયે લાગે ત્યારે
પહેલા યાદ કરવાનો
છે. તમને ગુરૂગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય એ ક્ષણનો પણ અનુભવ થશે એટલા સદભાગી છો.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીશ્રી
ભગવાનનો ભાગ
કાઢવા અપીલ કરે
છે તેનું તાદ્રશ્ય અમરેલી જિલ્લાના ગામડાઓમાં જોવા મળે છે. જિલ્લાભરના ગામડાઓમાં
અમર ડેરી
બાળકદીઠ દરરોજ દૂધ વિતરણ કરે છે.
કલેક્ટરશ્રી ડી.એ. સત્યાએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. મહિલા જાગૃત્તિ શિબિર અંતર્ગત
સર્વ શિક્ષા અભિયાન વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જ્યારે શિક્ષણ
તથા રમત ક્ષેત્રે નામના મેળવેલ મહિલાઓને સન્માનિત કરવામાં આવશે. રાજ્ય સરકાર
દ્વારા કિશોરીઓને કુપોષણના કુચક્રમાંથી બહાર કાઢવાની ઝૂંબેશ ચલાવવામાં આવે છે, ત્યારે
આજની આ મહિલા જાગૃત્તિ શિબિરમાં શિક્ષણ-આરોગ્ય અંગેની માહિતીનો યોગ્ય રીતે અમલ
થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી આલોકકુમાર પાંડેએ
આંગણવાડીની બહેનોને નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવશે, તેમ જણાવ્યુ હતું.
સર્વ શિક્ષા અભિયાનના સમગ્ર કાર્યક્રમ માટે અમરેલી જિલ્લા માટે રૂ. ૫૬ કરોડની
ફાળવણી કર્યાનું જણાવી, તેમણે જિલ્લાના તમામ બાળકોને સારામાં સારી રીતે શિક્ષણ
મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
અમદાવાદની ટીમ દ્વારા દીકરી મારી જ્ઞાનનો સાગર
ભવાઇ-શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતુ. શ્રી રાજુભાઇ જોષીએ દીકરી મારી
જ્ઞાનનો સાગરની રૂપરેખા આપતા જણાવ્યુ હતુ કે, તેમાં સર્વ શિક્ષા અભિયાનનો
સંદેશ છે, વંચિતોના વિકાસ કાજે રાજ્ય સરકારની વિવિધ યોજનાની ઝલક છે. વળી
વિકલાંગોને મળતી સુવિધા અને મફત પ્રાથમિક શિક્ષણની વાત પણ વણી લેવામાં આવી છે.
શિક્ષણવિદોએ શિક્ષણનો અધિકાર, વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થા,
કન્યા શિક્ષણ અને માઇનોરિટી બાળકોના શિક્ષણ સહિત વિષય પર મહિલાઓને જાગૃત્ત કરી
હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતભાઇ માયાણી,
નગર પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન જોષી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશ્વિનભાઇ સાવલિયા,
જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમન શ્રી શરદભાઇ લાખાણી, દાનબાપૂ જગ્યા-ચલાલાના
લઘુમહંત શ્રી મહાવીરબાપુ, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન સર્વ શ્રી મનુભાઇ
આદ્રોજા, રામભાઇ સાનેપરા, શૈલેષભાઇ પરમાર, ભૂપેન્દ્રભાઇ બસિયા, પ્રેમજીભાઇ માધડ,
પોલિસ અધિક્ષકશ્રી કાર્તિક કશ્યપ, મદદનીશ કલેકટરશ્રી કુલદીપ આર્ય, ગૌરવ દહિયા,
સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ છાયાબેન ઉપાધ્યાય સહિતના
પદાધિકારી-અધિકારીગણ અને આંગણવાડી કાર્યકર્તા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહેલ.
બાળકની કાળજી જ નહિ પરંતુ સંસ્કાર
સિંચન કરવાનું કામ
આંગણવાડી કાર્યકર્તાઓ કરે છે, આથી
રાષ્ટ્રના ભાવિનું ઘડતર કરનાર યશોદા માતાઓને એવોર્ડથી નવાજવામાં આવે છે
-કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ
સંઘાણી
આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને
માતા યશોદા એવોર્ડ અને મહિલા વિકાસ પુરસ્કાર પેટે રૂ.૧૫
લાખના ચેક અર્પણ
અમરેલી
જિલ્લા પંચાયત-અમરેલીના પટાંગણમાં
કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષસ્થાને, માતા યશોદા એવોર્ડ, કન્યા કેળવણી નિધી, મહિલા ખેલાડીઓને
પુરસ્કાર અર્પણ
કરવા મહિલા સમારોહ
યોજવામાં આવેલ.
દીપ પ્રાગ્ટય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂકતાં
કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુ હતુ કે, સમગ્ર રાજ્યમાં આંગણવાડી
કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવી છે. કુપોષિત બાળકોને પોષણ આપવામાં આવી રહ્યુ છે તેનું
પ્રતિબિંબ આ એવોર્ડમાં ઝીલાય છે. બાળકની કાળજી જ નહિ પરંતુ સંસ્કાર સિંચન કરવાનું કામ આંગણવાડી કાર્યકર્તાઓ કરે છે,
આથી રાષ્ટ્રના
ભાવિનું ઘડતર કરનાર યશોદા માતાઓને એવોર્ડથી નવાજવ ામાં આવે છે.
મંત્રીશ્રીએ ઉર્મેયુ હતુ કે, રાજ્ય સરકાર ગુજરાતના નવનિર્માણ કરવાની નેમ ધરાવે છે.
કુપોષિત બાળક ોને
પોષણયુક્ત આહાર
આપીને તેમના ભાવિને ઉત્કૃષ્ટ બનાવવામાં આવી રહ્યુ છે. જન્મ લેનાર નવું બાળક કુપોષિત ન રહે તેની કાળજી રાજ્ય સરકારે લીધી
છે. નાના ગામડામાં પણ શાળા, નંદઘર, આરોગ્ય
કેન્દ્ર ખોલવા અને તેમાં ખૂટતી ભૌતિક સુવિધાઓ આપી છે.
ગુજરાતમાં શાંતિના કારણે જ વિકાસ થયો છે, જેની દરેક
નાગરિકને અનુભૂતિ થઇ રહી છે. ગુજરાતના વિકાસ થકી રાષ્ટ્ર સમૃધ્ધ બને તે માટે રાજ્ય સરકાર કાર્યરત છે. ગુજરાતે
કંડારેલા વિકાસના કારણે વૈશ્વિક સ્તરે પણ રાજ્યની નવી ઓળખ ઉભી થઇ છે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતભાઇ માયાણીએ જણાવ્યુ હતુ કે,
આંગણવાડીમાં શ્રેષ્ઠ કામગીરી
કરનાર આંગણવાડી કાર્યકર્તાઓને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
વધુમાં શ્રી માયાણીએ જિલ્લા પંચાયતની અલગ-અલગ ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી
વિશે જણાવ્યુ હતુ.
શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન કરતા જિલ્લા
વિકાસ અધિકારી શ્રી આલોકકુમાર પાંડેએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા દરેક
ગામડાઓમાં આંગણવાડીના પોતાના મકાનો અને ગેસની સુવિધા ઉભી કરવામાં આવી છે. બાળકોમાં
કુપોષણ ન રહે તે માટે નિયમિત રીતે પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે. બાલ
ઉદ્દાલક યોજનાનો પ્રારંભ થયો છે ત્યારે, જિલ્લામાં કોઇપણ બાળક કુપોષિત ન રહે તે
માટે આંગણવાડી કાર્યકર્તા-તેડાગર બહેનોએ હાથ ધરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન
પાઠવ્યા હતા.
સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ
છાયાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે, ચૈત્રી નવરાત્રિ એ પર્વ ચાલી રહ્યુ છે,
નવદુર્ગાના પર્વે નવદુર્ગા સ્વરૂપ મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવામાં
આવી રહી છે. આંગણવાડી કાર્યકર્તાઓના જીવનધોરણમાં સુધારો થયો છે, અને આંગણવાડી
કાર્યકર્તા બહેનની એક નવી ઓળખ ઉભી થઇ છે.
કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી તથા મહાનુભાવોના હસ્તે
ઉદ્દાલક બાળ આહારનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
મંત્રીશ્રી સંઘાણીના હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી
કરનાર આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અને મહિલા વિકાસ
પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ
કામગીરી કરનાર ૯૦ આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને રૂ.૧૫ લાખના રોકડ પુરસ્કાર
અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર
અમરેલી જિલ્લાની ૧૩૬ મહિલા ખેલાડીઓને રૂ.૫,૭૯,૬૦૦ ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધી અંતર્ગત, અમરેલી
જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ થી તૃત્તિય ક્રમ
મેળવનાર ૧૪૧ વિદ્યાર્થીઓને રૂ.૭,૦૫,૦૦૦ના રોકડ પુરસ્કાર અર્પણ કરી પ્રોત્સાહિત
કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને
અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના માતા યશોદા એવોર્ડ કાર્યક્રમનું જીવંત પ્રસારણ
કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃત્તિક
કૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મિષ્ઠાબેન મહેતા તથા
પ્રકાશભાઇ જોષીએ કર્યુ હતું. આભારવિધી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી વી.વી.
વઘાસિયાએ કરેલ.
આ પ્રસંગે નગર પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન જોષી, ભાજપ પ્રમુખ શ્રી ડૉ.
ભરતભાઇ કાનાબાર, સાસંદ શ્રી નારણભાઇ કાછડિયા, ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય
શ્રી મનસુખભાઇ ભુવા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમન શ્રી શરદભાઇ લાખાણી, જિલ્લા
પંચાયતની વિવિધ
સમિતિના ચેરમેન
સર્વ શ્રી મનુભાઇ આદ્રોજા, રામભાઇ સાનેપરા, શૈલેષભાઇ પરમાર, ભૂપેન્દ્રભાઇ બસિયા,
પ્રેમજીભાઇ માધડ, વિજયભાઇ ડોબરિયા સહિતના પદાધિકારી-અધિકારીગણ અને આંગણવાડી
કાર્યકર્તા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
છાટબાર ૦૦૦
દ્વારકા
ખાતે ભગવાન દ્વારકાધીશને ધ્વજારોહણ માટે પ મી ધ્વજા માટે ડ્રો પધ્ધતિ
ડ્રો પધ્ધતિ માટે દ્વારકા અરજી કરવી
ભારત વર્ષના આસ્થા કેન્દ્ર
દ્વારકા સ્થિત ભગવાન દ્વારકાધીશને દરરોજ પાંચ
ધ્વજા ચડાવવામાં આવે છે. જેમાં ધ્વજા ૧ થી ૪ ની નોંધણી ગુગ્ગુલી બ્રાહમણ
જ્ઞાતી ૫૦૫ સમસ્ત દ્વારકા દ્વારા કરવામાં આવે છે. જે માટે ભકતજનો અગાઉથી નોંધણી
કરાવતા હોય છે.
જગત મંદિરે ભગવાન દ્વારકાધીશને પ
મી નૂતન ધ્વજા ચડાવવા ભકતજનો માટે ડ્રો પધ્ધતી નકકી કરાયેલ છે. આ પધ્ધતિ વર્ષ
૨૦૦૯ થી કાર્યરત છે. ધ્વજા ચડાવવા ડ્રો પધ્ધતિ માટે ભકતજનો દ્વારકા ખાતે એક દિવસ
અગાઉથી શ્રી ગુગ્ગુલી બ્રાહમણ જ્ઞાતી રામધૂન પાસે, દ્વારકા અથવા વહીવટદારશ્રી
દ્વારકાધીશ મંદિર, દ્વારકા ફોન નં.૦૨૮૯૨-૨૩૪૦૮૦ ને એક દિવસ અગાઉ અરજી કરવાની
રહેશે. જેથી દ્વારકાધીશ મંદિર ઉપર ધ્વજાઆરોહણ માટે નોંધણી ન થયેલ હોય તો પણ
પાંચમી ધ્વજા ડ્રો પધ્ધતીથી ફાળવણી થઇ શકે છે. જેનો ભકતજનોને લાભ લેવા જિલ્લા
કલેકટરશ્રી અને અધ્યક્ષશ્રી દેવસ્થાન સમિતિ દ્વારકાની યાદીમાં જણાવાયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જગત
મંદિરે ધ્વજા નં. ૧ થી ૪ માટે જૂન ૨૦૧૩ સુધીનું બુકીંગ નોંધાયેલ છે. આથી ભકતજનો
માટે દેવસ્થાન સમિતિ દ્વારા પ મી ધ્વજા માટે ડ્રો પધ્ધતિ અપનાવાયેલ છે.
હાલારમાં ડિસ્ટ્રીકટ ઇનોવેટીવ ફંડ અંતર્ગત જિલ્લાકક્ષાની
કમિટિની રચના
જામનગર જિલ્લામાં ડિસ્ટ્રીકટ
ઇનોવેટીવ ફંડ અંતર્ગત જિલ્લાકક્ષાની કમિટિની રચના કરાય છે. કેન્દ્ર સરકાર દ્વારા
દરેક જિલ્લામાં મૂડી અસ્કયામાતોની કાર્યક્ષમ ઉપયોગીતામાં મહતમ વધારો કરવા તેમજ
ખૂટતી સુવિધાના નિર્માણ માટે આ ફંડનો ઉપયોગ કરાશે. આ માટે રૂ.એક કરોડની ફાળવણી
કરાઇ છે.
આ કમિટિના ચેરમેન તરીકે જિલ્લા
કલેકટરશ્રી રહેશે. અને જિલ્લા આયોજન અધિકારીશ્રી કમિટિના સભ્ય સચિવ છે. આ ફંડનો
સ્વર્ણિમ સ્વાન્તઃ સુખાય પ્રોજેકટ માટે ઉપયોગ કરાશે. જિલ્લાના મહતમ અધિકારીઓ
અને કર્મચારીઓને આ ફંડનો ઉપયોગ કરવા જિલ્લા આયોજન અધીકારીશ્રી જામનગરની યાદીમાં
જણાવાયુ છે.
ગુજકેટની પરીક્ષા કેન્દ્રોની આસપાસ કોપીયર મશીન
ધારકોએ
શિક્ષણ વિષયક પત્રો, દસ્તાવેજો કાગળોની નકલ
કાઢવા ઉપર પ્રતિબંધ
જામનગરમાં આગામી તા.પ-૪-૨૦૧૨ ના ગુજકેટની પરીક્ષા લેવાશે. આ પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ
પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે
તે માટે હુકમ કરવો જરૂરી હોવાનું ઇષ્ટ જણાતા, જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર દ્વારા જામનગર જિલ્લાનાં નિયત
કરાયેલા પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા સ્થળની આસપાસના ૧૫૦ મીટરના વિસ્તારમાં તા.પ ના
રોજ સવારે ૯ થી સાંજના ૧૭ કલાક દરમિયાન કોપીયર મશીનો
દ્વારા શિક્ષણ વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલ કાઢવા ઉપર પ્રતિબંધ
મૂકતો
હુકમ ફરમાવાયો છે.
આંગણવાડીના
મહિલાઓએ માતા યશોદા બની આંગણવાડી કેન્દ્રને મંદિર બનાવ્યુ છે
-મહિલા અને બાળ
વિકાસ રાજયમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી
જામનગર જિલ્લાના મહિલા સંમેલનમાં માતા યશોદા એવોર્ડ, કન્યા કેળવણી સહાય અને
મહિલા ખેલાડીઓને પુરસ્કાર એનાયત થયા
હાલારની આંગણવાડી
વિજેતા ૪૫ કાર્યકર મહિલાઓ રૂ.૧૦૦૦ પોતાની આંગણવાડીમાં કૂપોષણ નાબુદી માટે ખર્ચશે
મુખ્યમંત્રીશ્રીના ઉદબોધનની વિડિયો કોન્ફરન્સનું જીવંત પ્રસારણ થયું
રાજયના બાળકો કૂપોષીત ન રહે તે
માટે રાજયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આંગણવાડી કેન્દ્રને માધ્યમ
બનાવ્યુ અને સૌ આંગણવાડી મહિલાઓ સાચા અર્થમાં માતા યશોદા બની આંગણવાડીને મંદિર
બનાવવાનું કામ કર્યુ છે. જેના કારણે અતિકુપોષિત બાળકોના ટકાવારીમાં ગત વર્ષ કરતા આ
વર્ષે ઘણો સુધારો નોંધાયો છે. આમ રાજય સરકારે આંગણવાડીના માધ્યમ થકી બીજા રાજયને
દિશા ચિંધવાનું કામ કર્યુ છે. તેમ જામનગરમાં યોજાયેલ મહિલા સંમેલનમાં રાજયના મહિલા
અને બાળ વિકાસ રાજયમંત્રી
પ્રો. વસુબેન ત્રિવેદીએ જણાવ્યુ હતું.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે
૯૨ આંગણવાડી કાર્યકર બહેનોને એવોર્ડ સાથે રૂ.૧૫.૮૨ લાખ, કન્યા કેળવણી નિધિ માટે
૧૧૩ તેજસ્વી વિધાર્થિનીઓ માટે મુખ્યમંત્રી કેળવણીનિધિ અંતર્ગત રૂ.૫.૭૨ લાખ તથા
૩૧ મહિલા ખેલાડીઓને રૂ.૧.૨૯ લાખના રોકડ પુરસ્કાર અર્પણ કરાયા હતા. પ્રો. વસુબેન
ત્રિવેદીએ મોડેલ આંગણવાડી પુસ્તકનું વિમોચન કર્યુ હતું.
મંત્રીશ્રી વધુમાં ઉમેર્યુ હતું કે ગુજરાતમાં ઉધોગગૃહોને જોઇએ તેવો સીલેબસ
બનાવી આઇટીઆઇમાં તે કોર્ષ દાખલ કર્યો. એટીવીટીના કાર્યક્રમ થકી ગામડા સમૃધ્ધ બને
તેવા પ્રયાસો થયા. ગુજરાતને સારા ખેલાડી મળે તે માટે ખેલ મહાકુંભના આયોજન થયા અને
હવે ગુજરાતની પ્રથમ સ્પોર્ટસ યુનિવર્સિટીનો પ્રારંભ થયો.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં મહિલા સંમેલનમાં ઉદબોધન કર્યુ તેની વિડિયો
કોન્ફરન્સ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતું.
ભાણવડના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ મૂળુભાઇ બેરાએ માતા યશોદા એવોર્ડ
તથા કન્યા કેળવણી અને રમતગમતમાં એવોર્ડ સાથે પુરસ્કાર મેળવનાર તમામને શુભેચ્છા
પાઠવી કહયું કે, સૌનો સાથ સૌનો વિકાસના ધ્યેયની કાર્યરત આ સરકારે દરેક ક્ષેત્રે
પ્રગતિના નવા સોપાન સર કર્ય છે. તેમણે એવોર્ડ વિજેતાઓને આંગણવાડીના ભૂલકાઓ માટે
વિશેષ તકેદારી લઇ કાર્યરત રહેવા પણ અનુરોધ કર્યો હતો.
માતા યશોદા એવોર્ડ વિજેતા લાલપુર તાલુકાના સીંગજના આંગણવાડી વર્કર હરખુબેન
ખાંભલિયાએ કહયુ કે આજે એવોર્ડ સાથે મને રૂ.૨૧ હજાર પુરસ્કાર મળતા મારા ગામના નાના
ભૂલકાઓની વિશેષ કાળજી લેવાનું પ્રોત્સાહન મળશે. ફતેહપરુ આંગણવાડી વર્કર જેતીબેન
કરમુરે એવોર્ડ સાથે રૂ. ૧૧ હજારની ધનરાશી મળતા કહયુ કે, આંગણવાડીના બાળકોને ઘરનું
વાતાવારણ મળે તેની વિશેષ કાળજી લેવાઇ છે. તો રામપુર તાલુકો લાલપુરના રૂ.૩૧ હજાર
સાથે માતા યશોદા એવોર્ડ વિજેતા જાગૃતિબેન ખાખરિયાએ રાજય સરકારની આ યોજનાને
આશીર્વાદ ગણાવી હતી. ટીવી/રેડિયોના કલાકારશ્રી અશોકભાઇ પંડયાએ લોકડાયરાનો
કાર્યક્રમ રજૂ કર્યો હતો. આંગણવાડીના વિજેતા ૪૫ કાર્યકર બહેનોએ રૂ.૧૦૦૦ પોતાની
આંગણવાડીમાં કૂપોષણ નાબુદી માટે ખર્ચવાની જાહેરાત કરી હતી. જેની મંત્રીશ્રી વસુબેન
ત્રિવેદીએ બિરદાવી મુખ્યમંત્રીશ્રી સુધી આ વાત પહોંચાડવાની જાહેરાત કરી હતી.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ ડો. વસોયા, મેયરશ્રી
અમીબેન પરીખ, ધારાસભ્યશ્રી મેઘજીભાઇ કણઝારિયા અને લાલજીભાઇ સોલંકી, કલેકટરશ્રી
સંદિપકુમાર, જામનગર મહાનગર પાલિકાના કમિશનરશ્રી અનુપમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
અજયકુમાર, શહેર ભાજપ પ્રમુખશ્રી અશોકભાઇ નંદા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી
મેરામણ ભાટુ, શાસક પક્ષના નેતાશ્રી દિનેશ પટેલ, નગર પાલિકાના મહિલા પ્રમુખો, જિલ્લા
પંચાયતના ઉપપ્રમુખશ્રી ખીમાભાઇ ભોચીયા, એસટી બોર્ડના ડિરેકટરશ્રી રમેશભાઇ મુંગરા,
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી મધુભાઇ ગોંડલિયા સહિતના મહાનુભાવોના હસ્તે
આંગણવાડી બહેનોને માતા યશોદા એવોર્ડ તથા
મહિલા ખેલાડીઓને પુરસ્કૃત કરાઇ હતી. કાર્યક્રમને સફળ બનાવવા આંગણવાડી સુપરવાઇઝર
બહેનો અને જિલ્લા વહિવટીતંત્રના અધિકારીશ્રીઓએ જહેમત ઉઠાવી હતી. પ્રોગ્રામ ઓફિસર
શ્રીમતી ઇલાબા રાણાએ આભારવિધિ કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો