નવસારીઃ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સ્નાતક થયેલા શિક્ષિત યુવાનો માટે મહત્ત્વની કારકિર્દી ઘડવામાં માર્ગદર્શકરૂપ ગુજરાત રોજગાર સમાચાર '' કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૩'' માહિતીખાતા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આ વિશેષાંક રૂા.૨૦/-ની છૂટક કિંમતે વહેલા તે પહેલાના ધોરણે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવાસદન, એ/૩, બહુમાળી ભવન, જુનાથાણા, નવસારી ખાતેથી કચેરી સમય દરમિયાન મળી રહેશે.
માહિતીખાતા દ્વારા દર વર્ષે ધોરણ-૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓ અને સ્નાતકોને કારકિર્દી પસંદ કરવામાં સહાયરૂપ થવાના હેતુથી વિશેષાંક પ્રકાશિત કરવાની પ્રણાલી રહી છે. આ વર્ષે પણ વિવિધ વિષયો જેવાં કે, ધોરણ-૧૦ પછીના અભ્યાસક્રમો, ડિપ્લોમાં એન્જિનિયરીંગના અભ્યાસક્રમો, ધોરણ-૧૨ પછીના વિવિધ અભ્યાસક્રમો, સ્નાતક પછીના અભ્યાસક્રમો, સ્પર્ધાત્મક, પરીક્ષાઓ, વિવિધ પ્રવેશ પરીક્ષાઓ, સંરક્ષણ દળમાં પ્રાપ્ય રોજગારી જેવા વિષયોને આવરી લેતાં નિષ્ણાંત અને તજજ્ઞ લેખકો દ્વારા લખાયેલા ઉપયોગી લેખો-અદ્યતન સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંક વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેવા માહિતી વિભાગ ઘ્વારા જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો