જૈન તીર્થ, તિર્થંકરોની અથ થી ઇતી સુધીની માહિતી
નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ધર્માનુરાગી જૈન યુવાન ચિંતન મહેતાએ જૈન ધર્મને તિર્થોનું અને જૈનોના ૨૪ તીર્થંકરોની અથ થી ઇતિ સુધીની માહિતી આપતું જૈન લેગસી નામનું પ્રોજેકટ તૈયાર કરી લોન્ચ કર્યો છે. આ ઉપરાંત આ પ્રોજેકટમાં જૈન ધર્મના મેગેઝીન, તેમના લેખક, લેખકનો પરિચય વગેરે માહિતી તથા જૈન ઉત્સવો અને એ ઉત્સવ પાછળનું મહત્વ પણ સમાવિષ્ટ કર્યું છે. તેની અદંર મેપની મદદથી લોકેશનની માહીતી પુરી પાડવામાં આવી છે. જયારે લોકો કોઇ પણ તીર્થ સ્થળ ઉપર જવાનુ પસંદ કરશે ત્યારે તેમને ઘણી બધી મદંદ કરશે. મને બીજા કરતા કઈક અલગ કરવાનો વિચાર આવ્યો જેના કારણે મે આ બનાવ્યુ છે એને ભવિષ્યમાં પણ દરેક ધર્મના લોકોને મદદ કરી શકાય તેવુ કામ કરવાની ઈચ્છા છે. ચિંતને એવો પ્રોજેક્ટ બનાવ્યો છે કે જેનાથી ફોટોગ્રાફ્સ, ઇતિહાસ, જગ્યાનું સરનામું વગેરે માહીતી મળી રહેશે. આ પ્રોજેક્ટ વિન્ડો માટે અને વિન્ડો ૮ ડેસ્ટોપ ટેબલેટમાં ચલાવી શકાય. આમા માઈક્રો સોફટ અપલોડ કરી કુલ ૧૪૬ દેશની એપ્લીકેશન ડાઉન લોડ કરી શકાય છે. આનો મૂળ હેતુ જૈન પીપલ અને અન્યને પણ હેલ્પફૂલ થવાનો છે. આ અંગે ચિતન મહેતા કહે છે કે આ એપ્લીકેશનમાં જૈનતીર્થ વિશેની બધી માહીતી, બધા ફોટોગ્રાફ, તેનો ઈતિહાસ જગ્યાનુ સરનામુ વગેરે જેવી તમામ માહીતી જેતે તીર્થના મૂળ નાયક, ત્યાંની ધર્મશાળા અને આજુ બાજુના તીર્થ તેમજ તેની આજુ બાજુની નજીકનુ બસસ્ટેન્ડ તથા એરપોર્ટની તમામ સુવીધાઓ મુકવામાં આવી છે. ૨૪ તીર્થકર ભગવાનુ નામ તેમનુ ભૂતકાળનુ નામ ભવિષ્યનુ નામ જન્મ તારીખ તેમની દિક્ષા તારીખ, મોક્ષ તેમનો પરીચય, સ્વર્ગવાસ, તેમનુ નિર્માણ સ્થળ જેવી તમામ માહીતી પુરી પાડી છે. આમ પણ આપણા ગુજરાતમાં જૈનતીર્થ વધુ પ્રમાણમાં છે. કેટલાંક લોકો એવા પણ છે કે જેઓ આવા તીર્થધામની મુલાકાત લેવા ઇચ્છતા હોય છે. પણ માહીતીના અભાવે તેઓ મુલાકાત લઇ શકતા નથી. આ એપ્લીકેશન હેલ્પફૂલ બનશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો