ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે.તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
(ક) શસ્ત્રો દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી લાકડી અથવા શારિરીક ઇજા પહોંચાડી શકાય તેવું કોઇપણ સાધન સાથે લઇ જવું નહીં. (ખ) કોઇ ક્ષયકારી કે સ્ફોટક પદાર્થ સાથે લઇ જવો નહીં. (ગ) પથ્થરો અથવા ફેંકી શકાય તેવી કોઇ વસ્તુઓ અથવા તો વસ્તુઓ ફેંકવાના ધકેલવાના યંત્રો અથવા સાથે લઇ જવાના નહીં. તથા એકઠા કરવા નહીં. (ઘ) અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા નહીં, અશ્લીલ ગીતો ગાવા નહીં. (ચ) અલંકારીક ભાષણો કરવાથી, ચાળા પાડવાથી નકલ કરવાથી તથા છબીઓ બતાવવાથી અથવા તેનો ફેલાવો કરવાની રુચિ અથવા નીતિનો ભંગ થતો હોય તેવું કૃત્ય કરવું નહીં.
શ્રી સુધીર બી. પટેલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૭(૧) અન્વયે મળેલ સત્તાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ કૃત્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આ પ્રતિબંધ તા.૦૭/૦૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો