વલસાડઃ વલસાડ શહેરના તીથલ રોડ સ્થિત ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્લોક નંબર-૪, રૂમ નંબર-૯૧ ખાતે રહેતી ૩૫ વર્ષિય મહિલા નામે ભાનુબેન દિલીપભાઇ અજયભાઇ કોળી પટેલ ગુમ થઇ છે. વલસાડના નાયબ પોલીસ અધિક્ષક તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ભાનુબેન દિલીપભાઇ અજયભાઇ કોળી પટેલ ઘરેથી કોઇને પણ, કંઇ પણ કહ્યા વિના કયાંક ચાલી જતા ગુમ થઇ છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે મજબૂત બાંધાની, રંગે ઘંઉવર્ણી, ઊંચાઇ ૪ ફૂટ-૩ ઇંચ, મોઢુ લંબગોળ, આંખમાં રતાપણા છે. ગુમ થતી વખતે આ મહિલાએ કાળા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ હતો. તેણી ગુજરાતી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલાની ભાળ કે પત્તો મળે તો વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનનો ફોન નંબર : ૦૨૬૩૨-૨૪૪૨૩૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો