પ્રજાકીય સમસ્યાઓ - લોકપ્રશ્નોના વાજબી અને ઝડપી ઉકેલ દ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહિવટની પ્રતીતિ કરાવવા જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરનો અનુરોધ
સરકારી બાકી લ્હેણાંની વસુલાત ઘનિષ્ઠ બનાવવા સુચના
આકસ્મિક સંજોગો અને પૂર્વ મંજૂરી સિવાય ગેરહાજર રહેનાર અધિકારીઓ સામે સખ્તાઇના પગલાંનો દિશાનિર્દેશ
રાજપીપળા–
જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરે વિવિધ સરકારી વિભાગોમાં રજૂ થતી પ્રજાકીય સમસ્યાઓ - લોકપ્રશ્નોનો સમયમર્યાદામાં વાજબી અને ઝડપી ઉકેલ આવે તે દિશાના પ્રયાસોને વધુ સઘન બનાવી, નાગરિક અધિકારપત્ર મુજબ પ્રજાજનોને તેમના હક્ક પ્રાપ્તિની સાથે લોકાભિમુખ વહિવટની પ્રતીતિ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તમામ અમલીકરણ અધિકારીઓને અચૂક હાજર રહેવાની કડક સુચના આપતા જણાવ્યું હતું કે, આ બેઠકમાં આકસ્મિક સંજોગો અને પૂર્વ મંજુરી સિવાય કોઇપણ અધિકારીની ગેરહાજરી કોઇપણ સંજોગોમાં સાંખી લેવાશે નહી અને આવા અધિકારીઓ સામે સખ્તાઇના પગલાં ભરવાનો પણ તેમણે દિશાનિર્દેશ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી એસ.છાકછુઆક, નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી રંજનબેન વાળા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઝાલા સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિને બેઠકને સંબોધતા શ્રી રાકેશ શંકરે દરેક વિભાગોની મુદ્દાવાર સમીક્ષા કરતાં બાકી સેન્સસ તુમારો અને લોકરજૂઆતો વગેરેનો સમયસર નિકાલ કરવાની ભારપૂર્વક હિમાયત કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો