પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજીના જન્મદિવસના ઉપલક્ષમાં
આયુર્વેદિક સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન
શ્રી મોટી હવેલી જેતપુરના વૈષ્ણવાચાર્ય પુ.શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીના અનુજ ,યુવા વૈષ્ણવાચાર્ય પુ જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રીનો જન્મ દિવસ આગામી પોષ સુદએકમ ને રવિવાર તારીખ 6.1.2019ના રોજ આવી રહ્યો છે.આ દિવસે શ્રીમદનમોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટ જેતપુર દ્વારા શ્રી મોટી હવેલી જેતપુર ખાતે સવારે 9.00 કલાકથી એક આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલ છે.જેનું ઉદ્ઘાટન પૂજ્ય ગોસ્વામી શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીના વરદ હસ્તે થશે.જેમાં રાજકોટના ડો.જે.પી.દંગી પોતાની સેવાઓ આપશે. જેની ઉજવણી માટે જેતપુર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વૈષ્ણવ સમાજમાં આનંદ અને ઉત્સાહ ઉભરાઈ રહ્યો છે.
પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રીએ યુવાનોને પુષ્ટિમાર્ગનું સત્સંગીય જ્ઞાન આપી એક જબ્બરદસ્ત યુવા સંગઠન શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટની સ્થાપના ઘણા વર્ષો પહેલા કરી.સેવાકીય અને સામાજિક સેવાઓની સાથે સાથે આ સંસ્થા દ્વારા અનેક આયોજનો વારંવાર થતા રહે છે.જેતપુર શહેર અને તેની આજુબાજુના ગામડાઓમાં કાર્યરત પુષ્ટિ-પાઠશાળા અને વ્યક્તિત્વ વિકાસ કેન્દ્ર દ્વારા નાના બાળકોને બાળપણથી જ પુષ્ટિમાર્ગીય જ્ઞાન અને પુષ્ટિ સંસ્કારનો સંચય કરાવવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ,વૃક્ષારોપણ,વિવિધ મેડીકલ કેમ્પ,રક્તદાન કેમ્પ,જળ સંચય,રાહત દરે ચોપડા વિતરણ,યોગ શિબિર,પુષ્ટિ જ્ઞાન શિબિર,શ્રીંગાર શિબિર,ધર્મ સભા ઉપરાંત અનેક ઉત્સવો જેવા કે શરદોત્સવ,નંદોત્સવ,શ્રી વલ્લભાચાર્ય પ્રાકટ્ય ઉત્સવ,શ્રી ગુંસાઇજી પ્રાકટ્ય ઉત્સવ,રસિયા ઉત્સવ,ડોલોત્સવ,જન્માષ્ટમી ઉત્સવ, વિગેરેની ઉજવણી વર્ષ દરમિયાન થાય છે.
પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી દ્વારા અનેક વચનામૃત અને સ્વ-લિખિત પુસ્તકો પણ વૈષ્ણવ સમાજને પ્રસાદ સ્વરૂપે અર્પિત થયા છે.વસુધૈવ કુટુંબકમના વિશેષ
ધ્યેયથી એકતા,શુધ્ધ પર્યાવરણ,વ્યસન મુક્તિ અને તંદુરસ્તી જેવા ચાર મહત્વના સિદ્ધાંતો સાથે સંસ્થા ને આગળ વધારી રહ્યા છે.શ્રી મોટી હવેલી જેતપુરમાં શ્રી મદનમોહન પ્રભુના મનોરથના શ્રીંગાર પણઆબેહુબ દર્શનીય હોય છે. શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટ ના સતત ચાલુ રહેતા આવા સામાજિક,સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમો
અને ઉત્સવોના ફલ સ્વરૂપ સંસ્થાની સભ્ય સંખ્યામાં દર વર્ષે નોંધપાત્ર વધારો થાય છે.
જેજેશ્રીના જન્મદિવસ નિમિતે આયુર્વેદિક સર્વરોગ નિદાનકેમ્પ તેમજ રાજભોગ દર્શન બાદ માર્કંડેય પૂજા,સાંજે કેસરી સ્નાન અને શયનના દર્શન બાદ વધાઈ કીર્તનના કાર્યક્રમો પણ રાખેલ છે.આ તમામ શુભ અવસરોમાં આપશ્રીને વધાઈ આપવા સમગ્ર વૈષ્ણવ સમાજ ને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.આ ઉત્સવની ઉજવણી માટે શ્રી મદનમોહન યુવક મંડળ ટ્રસ્ટના તમામ સભ્યો ઉત્સાહભેર કાર્યો કરી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો