અનુયાયીઓ

શુક્રવાર, 8 મે, 2015

જેતપુરમાંથી વધુ 2 સગીરાના અપહરણ

વાલી જગત ચિંતિત, સંતાનો ક્યાં સુધી કવરાવશે ??
જેતપુરમાંથી વધુ 2 સગીરાના અપહરણ 
જેતપુર તા.9
જેતપુર શહેરમાંથી ગઈ કાલે વધુ 2 સગીરાના અપહરણ થયાની પોલીસ દફતરે ફરિયાદો નોંધાવાતા પોલીસ અને વાલીઓ બંને ચિંતિત હોવાની વિગતો મળી રહી છે.
આજના હાઈટેક યુગમાં એક તબક્કે જોઈએ તો યુવાન સંતાનોને સાચવવા વાલીઓ માટે કપરું થઇ પડ્યું છે. માન-મર્યાદાઓના રીતસરના ઉલંઘન વચ્ચે પણ વાલીઓને મને-કમને સંતાનોને સાચવવાની નોબત સહવી પડતી હોય વાલી જગત ચિંતિત છે. પેટના જણ્યાં, ઉછેર્યે છૂટકો એ વાતના વિમાસણમાં પડેલ વાલી જગત હજુ પણ સંતાનોને મોકળા મનની કે સાંપ્રત યુગમાં જોવા મળતી છૂટછાટો આપવામાં બેદરકારી દાખવતા રહેશે તો ''મારી દીકરી મારી છાતી પર પગ મૂકી ચાલી ગઈ !'' અને મારો દીકરો મારી આબરુની ધૂળધાણી'' કરીને ચાલ્યો ગયો તેવી વાતોના વસવસામાજ વાલીઓએ જીંદગી ગાળવી પડશે તેમાં શંકા ને સ્થાન રહેશે નહિ.
ખેર, '' એક હાથે તાળી નાં પડે'' એ કહાવતને ધ્યાને લઈએ તો સો વાતોની વચ્ચે વાલીજગતે એક વાત સ્વીકાર્યા વગર નહિ ચાલે કે, આપણી બેદરકારી ''હાથના કર્યા હૈયે વાગ્યા'' જેવી સાબિત થઇ છે. સુધરવું પડશે, સંતાનોને સુધારવા પડશે, પણ આ બધું સંતાનોની યોગ્ય ઉમર થતાજ વાલીઓએ વિચારવું પડશે, અન્યથા '' ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા' જેવી વાતની સૌ ટીકા કરશે, વખાણ નહિ !!
દીકરીઓના અપહરણ થઇ જવા એ વર્તમાન સમયમાં ગૌણ વાત એટલે થઇ ચુકી છે યેનકેન પ્રકારે સંતાનોની ઉતાવળ, મજાક-મશ્કરી, અને અનુકરણમાં આંધળી દૌડ વધુ કામ કરી જતી હોય, ચિંતાગ્રસ્ત વાલીઓને ફોર્માલીટી મુજબ પોલીસ ફરિયાદો કરવી પડતી હોય છે, શાયદ આવી જ વાતો જાણ્યે-અજાણ્યે સાબિત થઇ જતી હોય તેમ ગઈકાલે જેતપુરમાંથી વધુ બે સગીરાના અપહરણ થયાની પોલીસ દફતરે ફરિયાદો નોંધાઈ છે. 
જેમાં એક ગોંદરા વિસ્તારમાંથી 17 વર્ષની સગીરાને રાકેશ જેન્તી નામનો યુવાન અપહરણ કરી ગયાની તેમજ જાગૃતિ નગરની એક 14 વર્ષની સગીરાનું એક અજાણ્યો યુવાન લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની વાલીઓએ ફરિયાદ કરતા શહેર પોલીસે ચિંતા સાથે તપાસ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812


ટિપ્પણીઓ નથી: