જેતલસરમાં ખેડૂતોને આધુનીક ખેતીનું માર્ગદર્શન અપાયું
કૃષિ મહોત્સવ પ્રસંગે ખેડૂત શિબરમાં
અગ્રણીશ્રી જશુબેન કોરાટ, આર.કે. રૈયાણીની ઉપસ્થિતિ
રાજકોટ
રાજયના આઠમા કૃષિ મહોત્સવ પ્રસંગે જેતપુરના જેતલસર ગામે કૃષિરથનું આગમન થયું હતું. આ પ્રસંગે જેતલસર(જંકશન) અને જેતલસર ગામના ખેડૂતોની શિબિર ખેતીવાડી અધિકારીશ્રી સી.કે. સાંખટના અધ્યક્ષસ્થાને અગ્રણીશ્રી જશુબેન કોરાટની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
રાજયના આઠમા કૃષિ મહોત્સવ પ્રસંગે જેતપુરના જેતલસર ગામે કૃષિરથનું આગમન થયું હતું. આ પ્રસંગે જેતલસર(જંકશન) અને જેતલસર ગામના ખેડૂતોની શિબિર ખેતીવાડી અધિકારીશ્રી સી.કે. સાંખટના અધ્યક્ષસ્થાને અગ્રણીશ્રી જશુબેન કોરાટની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિક શ્રી કે.બી. આસોદરીયા અને શ્રી એમ.વી. પારખીયાએ ખેડૂતોને ખેતી અને પાક માટેના મુંજવતા પ્રશ્નોના ઉકેલ અને પધ્ધતિ અંગે માર્ગદર્શન આપેલ અને ખેડૂતોની ખેતી વધુ સમૃધ્ધ બને ખેત ઉત્પાદન વધે તે માટે જૈવિક ખાતરનો ઉપયોગ વધારી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા અનુરોધ કરેલ.
આ પ્રસંગે ખેતીવાડી અધિકારીશ્રી સી.કે. સાંખટે ટુકી મુદતના પાકો વાવી વધુ ઉત્પાદન વધારવા અંગેનું માર્ગદર્શન આપેલ અને માજીમંત્રીશ્રી જશુબેન કોરાટે આધુનિક ખેતી માર્ગદર્શન મેળવીને કરવી જોઇએ તેવો અનુરોધ કરેલ હતો.
ખેડૂતોને કૃષિકીટ તેમજ પશુપાલન વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અર્પણ થઇ હતી. જેમાં ૧૦ પશુપાલન કીટ અને ૧૦ કૃષિ કીટ અર્પણ કરાઇ હતી.
આ પ્રસંગે પશુ આરોગ્ય કેમ્પ પણ રાખવામાં આવેલ. જેમાં ગામના ૫૦૦ થી વધુ પશુઓને સારવાર આપવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી હંસાબેન વૈશ્નવ તથા અગ્રણી શ્રી વિપુલભાઇ વૈશ્નવ, શ્રી આર.કે. રૈયાણી, સરપંચશ્રી મહેશભાઇ રૈયાણી, ઉપસરપંચશ્રી રાજેશભાઇ ભુવા, તાલુકા પંચાયત સદસ્યશ્રી જગદીશભાઇ જોષી ઉપસ્થિત રહેલ હતાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો