જુનાગઢના બે શખ્શોને વિલાયતી શરાબની 12 બોટલ્સ સાથે અટક
જેતલસર તા.18
જુનાગઢના કિરીટ તુલસીદાસ લોહાણા અને સંજય જેન્તીલાલ બ્રાહ્મણ એમ બંને આજે જુનાગઢથી જેતપુર તરફ જીજે 11બીએ 4340 નંબરના બાઈક પર આવતા હતા ત્યારે જેતલસર નજીકના સાંકળી ગામના પાટિયા પાસે લોકલ ક્રાઈમ બ્રાંચ રાજકોટના ભુરાભાઈ માલીવાડ અને નારણભાઈ આહિરે તેઓને રોકી તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા 8200/- ની વિલાયતી શરાબની 12 બોટલ્સ મળી આવી હતી.
પોલીસે બંને શખ્શોની શરાબ અને રૂ.30000/- ના બાઈક સાથે અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો