અનુયાયીઓ

સોમવાર, 28 ડિસેમ્બર, 2015

જેતપુર માર્કેટ યાર્ડની ૧૨ જાન્યુઆરીએ ચુંટણી

આજે ઉમેદવારી ફોર્મ ભરાશે..

કોંગ્રેસમાં ઉમેદવારોને જવલંત વિજય અપાવનાર જગદીશ પામ્ભર ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવશે, ૩૦ મીએ ચકાસણી અને ૧લી જાન્યુઆરીએ ફોર્મ પરત ખેંચવાનો દિવસ..જીલ્લા-તાલુકા પંચાયતની જેમજ ઉભો થઇ રહેલો માહોલ...

જેતપુર તા.૨૮

     જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બઝાર સમિતિ પ્રેરિત જેતપુર માર્કેટિંગ યાર્ડની આગામી ૧૨ મી જાન્યુઆરી ના રોજ યોજાનાર ચુંટણી માટે આજે તા.૨૯ ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે.

     આ બાબતે માહિતી આપતા જગદીશભાઈ પાંભરે જણાવેલ કે જેમ તેઓના ટીમવર્ક દ્વારા જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસે જવલંત વિજય મેળવ્યો તેવીજ રીતે જેતપુર માર્કેટ યાર્ડમાં પણ પોતાની કોંગી પ્રેરિત ખેડૂત પેનલ સામેની તમામ પેનલો અને અપક્ષ ઉમેદવારોને ધોબી પછાડત આપવા તૈયાર થયા છે.

       અને આ વાતની સાબિતી રૂપે તેઓએ(જગદીશભાઈએ ) જેતપુર યાર્ડના ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવતું ઉમેદવારી ફોર્મ આજે ભરી પોતાની પેનલોને વિજય અપાવવા કવાયત આદરશે. જેતપુર તાલુકાની કુલ ૩૩ થી વધુ સહકારી મંડળીઓના ૫૦૦ થી ૬૦૦ સદસ્યો આ ચુંટણીમાં મતદાન કરશે. કોંગી પ્રેરિત ખેડૂત પેનલ સામે વેપારી પેનલ અને અપક્ષો ચુંટણી લડશે.

     જેતપુરની યાર્ડમાં વર્ષો થયા ચાલતી સ્ટાફ, વાહનો વિગેરેમાં ચાલતી ગેરરીતિઓને ઉઘાડી પાડવા અને આજથી વર્ષો પહેલા જેમ યાર્ડ ચેરમેન સ્વ.રમણીકભાઈ પટેલ યાર્ડ સુધી પહોચવા રીક્ષાનો ઉપયોગ કરતા તેવી પ્રણાલીને જાળવી રાખવાના ઉદેશ સાથે જગદીશભાઈ પામ્ભારે ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવી હોય જાણકારોમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે !!

જ્યારે યાર્ડના વર્તમાન ચેરમેન દિનેશ ભુવાએ ૧૨ મી યોજાનારી ચુંટણીનું ચિત્ર કે વિગતો કાલે(મંગળવારે) ૧૧ વાગ્યે ખબર પડે તેવી વાત ટેલીફોનિક સંપર્ક દરમિયાન જણાવેલ.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

ટિપ્પણીઓ નથી: