જેતલસરના કોળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
જેતલસર તા.24
જેતલસરના ગાયત્રી નગરમાં રહેતા કિશોર રવજી મકવાણા નામના 30 વર્ષીય કોળી યુવાને આજે કોઈ અગમ્યો કારણોસર સીમની એક વાડીમાં વૃક્ષ સાથે દોરડું બાંધી, ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની તાલુકા પોલીસમાં જાણ કરાઈ છે. પોલીસે જણાવેલ કે મૃતક યુવાન થોડા સમય પહેલાજ મોણપર ગામેથી જેતલસર રહેવા આવ્યો હતો. તે પરિણીત છે. અને તેમની પત્ની રીસામણે હોવાની વિગતો મળી છે. પણ તેમને આં પગલું શા માટે ભર્યું તેની જાણકારી મેળવાઈ રહી છે.
કશ્યપ જોશી જેતલસર 99742 62812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો