અનુયાયીઓ

મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2015

રહેણાંક મકાનો પાસેની ગંદકી દુર કરવા ગામની શેરીએ શેરીએ સાદ પડાવ્યો !!!

આખરે ડેડરવાનું પંચાયત તંત્ર જાગ્યું ખરું !
રહેણાંક મકાનો પાસેની ગંદકી દુર કરવા 
ગામની શેરીએ શેરીએ સાદ પડાવ્યો !!!
જેતલસર તા.24
જેતલસર પંથકના ડેડરવા ગામે ગંદકીએ અજગર ભરડો લીધો હોય તેમ ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યને દુર કરવાના અખબારી અહેવાલો બાદ સ્થાનિક પંચાયત તંત્ર જાગ્યું હોવાની વિગતો મળી છે.
બાબતે આજે જાગૃત માણસોએ રૂબરૂ તેમજ ટેલીફોનીક સંપર્ક દ્વારા જણાવેલ કે ડેડરવામાં ઠેર ઠેર ગંદકી પાછળ ગામના માણસો કે લત્તાવાસીઓ જ જવાબદાર હોય, તેમજ સ્વચ્છતાની શરૂઆત આપણાજ આંગણેથી કરીએ તેવા વિચાર સાથે પંચાયત તંત્રએ એક માણસને શેરીએ શેરીએ અને લત્તાઓમાં મોકલી ગંદકી દુર કરવા તેમજ સ્વચ્છતા જાળવવાનો સાદ પડાવતા ગ્રામજનોને થોડી રાહત થઇ છે કે હાશ હવે ડેડરવામાંથી ગંદકી દુર થશે.
બીજીબાજુ જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ઘેડાએ જણાવેલ કે ડેડરવામાં ગંદકીએ માઝા મૂકી હોવાની બધી વાત સાચી પણ જેઓને ગંદકી નડતી હોય અથવાતો ગંદકી દુર કરાવવા માંગતા જાગૃત માણસો પહેલા સ્થાનિક સરપંચને રજૂઆત કરે અને તેની એક નકલ તાલુકા વિકાસ અહીકારી(પોતાને) આપે એટલે આગળની કાર્યવાહી હાથ ધરી શકાય, ત્યારે ડેડરવાના જાગૃત માણસોએ એક અચરજ વ્યક્ત કર્યું હતું કે લોકશાહીની ચોથી જાગીર એવા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોને પણ મુનાશીબ નાં માની ટીડીઓ પોતાને ફરિયાદની નકલ આપવાનો આગ્રહ રાખે ઈ તો સાલું નવાઈની વાત કહેવાય !!

બોક્સ : તાલુકા પંચાયત પ્રમુખ શું કહે છે ?
જેતલસર : જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન દિનકરભાઈ ગુંદણિયા એ જણાવેલ કે ડેડરવાની ગંદકીના સમાચારો અખબારોમાં પ્રકાશિત થતાજ ગામના સરપંચ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિતના લાગતા વળગતાઓને ગંદકી દુર કરાવવાના ઝડપી પ્રયાસો હાથ ધરાવવાની તાકીદ કરાઈ છે. નીતાબેને એવું પણ જણાવેલ કે સરપંચ એટલે ગામનો રાજા કહેવાય આવા સ્થાનિક પ્રશ્નો હલ કરાવવા સરપંચ ધારે તો કસુરવારો સામે નોટીસો જારી કરી કામગીરી કરી શકે.

કશ્યપ જે.જોશી જેતલસર-જેતપુર-9974262812

ટિપ્પણીઓ નથી: