આગામી તા.૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ નાં રોજ ભારત સરકારનાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા " કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા "નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વલસાડ જિલ્લાના ગૌ પ્રેમી યોગેશભાઈ પટેલ દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બરુમાલ ગામમાં મહિલાઓનાં જુથ ની રચના કરવામાં આવી છે. પરીક્ષા અંગે સેમીનાર નું આયોજન કરી યોગેશભાઈ પટેલે મહિલાઓને કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા અંગે માહિતી આપી હતી. કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા ને ચાર વિભાગોમાં વિભાજીત કરવામાં આવી છે. પ્રાથમિક( ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓ ), માધ્યમિક ( ૯ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ ), કોલેજ ( કોલેજના વિદ્યાર્થીઓ માટે ) , સામાન્ય લોકો માટે રહેશે. પરીક્ષા ૧૦૦ માર્કની રહેશે. જેમાં ૧ કલાકનો સમય ફાળવવામાં આવશે. હિન્દી, અંગ્રેજી તેમજ અન્ય ૧૨ ભાષાઓમાં આ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં MCQ પ્રકારના બહુવિક્લ્પીય પ્રશ્નો હશે અને નિ:શુલ્ક રહેશે. પરીક્ષાનું પરિણામ તરત જ જાહેર કરવામાં આવશે અને ભાગ લેનાર દરેક ને પ્રમાણપત્ર આપવામાં આવશે.અને પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર આપીને વિજેતાઓને ઈનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. પરીક્ષાના રજીસ્ટ્રેશન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની વેબસાઈટ kamdhenu.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ વિશેષ માહિતી તેમજ પાઠ્યક્રમ, અન્ય સાહિત્ય અને સંદર્ભ પુસ્તકો રાષ્ટ્રીય કામધેનુ આયોગની વેબસાઈટ અને બ્લોગ Kamdhenu.blog પર ઉપલબ્ધ રહેશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો