5000 અસરગ્રસ્તોને નાસ્તો જમાડ્યો, ભાદર નદી કાંઠે જ અન્નક્ષેત્ર ચાલુ કરી દીધું !!
જેતપુરમાં અસરગ્રસ્તોની વહારે આવતું હરિઓમ અન્નક્ષેત્ર
જેતપુર તા.25
જેતપુરમાં વરસાદી પાણીથી અસરગ્રસ્ત બનેલા અને ઉપર આભ-નીચે ધરતી જેવી દારુણ હાલતમાં પટકાયેલા ગરીબોની વહારે આવી શાહિરના હરિઓમ ભોજ્નાલાયે નદી કાંઠે જ રસોડું ચાલુ કર્યાની સરાહનીય સેવા ધ્યાને આવી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે જેતપુર શહેરમાં પાંચ ઇંચ વરસાદથી શહેરમાં જેટલી તારાજી ના થઇ તેટલી તારાજી ઉપરવાસના ગામોના પાણીથી જેતપુરની આજુબાજુના છેવાડાના વિસ્તારોમાં થઇ છે. કોઈના કાચા પોચા મકાનો વરસાદી પાણીમાં ગરક થઇ ગયા તો કોઈના દ્વસ્ત થઇ ગયા. ખાસ કરીને શારણના પુલ વિસ્તાર, ગોંદરા વિસ્તાર અને ભાદર નદી કાંઠાના ઘણા મકાનોમાં 10-10 ફૂટ ભરાયેલા પાણીથી આવા મકાનોમાં રહેતા લોકોને રોડ ઉપર કે જ્યાં આશરો મળ્યો પડી હતી.
વરસાદી પાણીમાં રોટી, કપડા ઔર મકાન એમ સર્વસ્વ ગુમાવનાર પ્રજા માટે જેતપુરનું હરિઓમ અન્નક્ષેત્ર મેદાને આવ્યું છે. ગઈકાલે અસરગ્રસ્તોને નાસ્તા પાણી કરાવનાર આ મંડળના કાળુભાઈ જોશી(જોશીબાપા) સહિતના સેવાભાવીઓએ આજે સવારથીજ અમરનગર રોડ ઉપર 2000 અસરગ્રસ્તોને નાસ્તા કરાવી અહીના ભાદર નદી કાંઠે આવેલ હિંગલાજ હોલ ખાતે રસોડું ચાલુ કરી આસપાસના 3000 જેટલા ગરીબો, ભૂખ્યા અને વરસાદથી અસર પામેલા લોકોને ભોજન કરાવવા માટે રસોડું ચાલુ કરી દેતા આ સરાહનીય સેવાની સુવાસ આખા જેતપુરમાં ફેલાઈ ગઈ ગઈ છે. જોશીબાપાએ આ તકે કહેલ કે તેઓ તો સેવા માટે નિમિત બની રહ્યા છે, દેવા વાળા દાતાઓને માં જોગમાયા, ને ભોલાનાથ હજારગણું આપી દેશે !! ત્યારે સમયાંતરે અનેકવિધ સેવાઓ માટે ઉદાર હાથે દાન કરતા દાતાઓએ જોશીબાપાની સેવાને મજબુત બનાવવા સધિયારો આપવો જોઈએ તેવું કહેવું ઉચિત જણાય છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812








ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો