જેતપુરમાં પાણીના તાંડવમાં તણાયેલ યુવાનની
લાશ મળી, અમરનગરના આધેડ હજુ લાપતા
જેતપુર તા.25
ગઈકાલે જેતપુરમાં ભરાયેલા પાણીમાં તણાઈને ગાયબ થયેલા એક યુવાનની લાશ આજે તંત્રને હાથ લાગી હતી જયારે અમરનગરના આધેધ ની લાશ હજુ મળી ના હોવાનું પોલીસ અને સરકારી તંત્રો કહે છે.
મળતી વિગતો મુજબ ગઈકાલે જેતપુરના વાડાસડા, ચારણીયા અને અમરનગરમાં 15-20 ઇંચ પડેલા વરસાદથી આ ત્રણેય ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. એટલુજ નહિ વાડીયાનાનો સુરવો ડેમ પણ છલકી જતા આ ડેમ ઉપરાંત વરસાદી પાણી ખીરસરા થઈને ઘસમસતી અવસ્થામાં છેક જેતપુર ના શારણના પુલ, પાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ અને ગોંદરા વિસ્તારમાં ફરી વળ્યા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી અવસ્થામાં સરકારી તંત્રો બીચારવાસ્થામાં કામે લાગ્યા હતા. પણ વરસાદી પાણીએ ભાધના મગજ બંધ કરી દીધા હોય શું કરવું ? કે શું નાં કરવું ? એવી નોબતમાં સૌ પટકાઈ ગયા હતા.
બીજી બાજુ પાણી ઉતારે તો કોઈ જાન હાની થઇ છે કે નહિ તેનો ખ્યાલ આવી શકે તેવી સ્થિતિમાં રાચતા જેતપુરના સંબંધિત સરકારી તંત્રો પાસે કોઈ વિગતો નહોતી ! કેટલા પશુઓ માર્યા ગયા ? કેટલા મકાનો પડી ગયા ? કેટલા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા ? વિગેરે પ્રશ્નો મોડી રાત સુધી અનુત્તર રહ્યા હતા. દરીયાન જેતપુરના શારણના પુલ અને ગોંદરા વિસ્તારમાં વરસાદી પાણી રાત દરમિયાન ઓસરી જતા ગોંદરા વિસ્તારમાં ચાંપરાજની બારી પાસે રહેતા અને કાલે વરસાદી પાણીમાં ગરક બનેલા કિશન ખીમજીભાઈ રાઠોડ નામના 30 વર્ષના યુવાનની લાશ મળી આવતા સરકારી તંત્રોએ આ ડેડબોડીને પીએમ માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી બાજુ જેતપુર તાલુકા પોલીસમાં અને મામલતદાર કચેરીમાં જાહેર થયા મુજબ તાલુકાના અમરનગર ગામના બાબુભાઈ જીવાભાઈ મોરબીયા નામના આધેડ પણ વરસાદી પાણીમાં ગુમ થયા હોય આજે 24 કલાક પછી પણ તેમનો ક્યાય પત્તો લાગ્યો ના હોવાનું સરકારી તંત્ર જણાવે છે.
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર 9974262812




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો