જેતપુરની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર નીખીલ મહેતાએ
જાનના જોખમે 7 માણસોને હેમખેમ બચાવ્યા !!
અમરનગર રોડ પર ફિલ્ટર પ્લાન્ટ નજીક વરસાદી પાણીના તાંડવ વચ્ચે પહોચનાર જેતપુરના
નીખીલ મહેતા કહે છે કે ફિક્સ પગારદાર જાનનું જોખમ ઉઠાવે તેવી તેમની પહેલી ઘટના ગણાવી
જેતપુર તા.25
ગઈકાલે જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલ જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની આસપાસ વરસાદી પાણીએ તારાજી સર્જી સૌને ભયભીત કરી દીધા હતા.
આં સમયે જાનના જોખમે જેતપુર મામલતદાર કચેરીના યુવાન સર્કલ ઓફિસર નિખીલભાઈ મહેતાએ ભયંકર પાણીના પ્રવાહ વચ્ચેથી 7-7 માનવ જિંદગીને બચાવવાની રેસ્ક્યુ ટીમની સફળ કામગીરીમાં મહત્વનું યોગદાન આપતા, ત્યાં ઉપસ્થિત જેતપુરના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડિયાએ નીખીલ મહેતાની પીઠ થાબડી હતી.
કોઈ સરકારી કચેરીમાં ફિક્સ પગારદાર હોય અને કોઈ મોતની આકસ્મિક ઘટના બને તો સરકાર એક પણ પૈસો ના આપે તેવા સરકારી નિયમોને અવગણી નૈતિક ફરજના ભાગરૂપે બજાવેલ સેવાને વર્ણવતા ઇખીલ મહેતાએ જણાવેલ કે ગઈકાલે બુધ્વારેજેત્પુરના અમરનગર - ખીરસરા રોડ સ્થિત જેતપુર પાલિકના ફિલ્ટર પ્લાન્ટ નજીક વરસાદી પાણીએ વિકરાળ રૂપ ધારણ કરતા આ લોકોએ નીખીલ મહેતાને જાણ કરતા એઓએ વિલંબ કર્યા વગર બનાવ સ્થળે દોડી જઈ, પરિસ્થિતિનો તાગ મેળવતા ફસાયેલા માણસોને બચાવવા રેસ્ક્યુ ટીમની જરૂર હોય તાત્કાલિક રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની બોટ સાથે રેસ્ક્યુ ટીમ બોલાવી હતી.
દરમિયાન જેતપુર પહોચેલી રેસ્ક્યુ તિમી બોટમાં બેસી નીખીલ મહેતાએ પણ સાહસ ખેડી પાણીના પ્રવાહમાં ગયા હતા. પરંતુ સમય જતા સુરવો ડેમના પાણીનો પ્રવાહ વધતા બોત્માના તમામ જવાનોને પાણીમાં ઉભેલા એક વીજ સબસ્ટેશન (ટીસી) નો સહારો લેવો પડ્યો હતો. બીજીબાજુ રાજકોટ ખાતેથી રેસ્ક્યુ ટીમની બીજી ટીમને બોલાવી વીજ ટીસી પર જીવ બચાવવા લટકાયેલા 7 માણસો વિગેરેને આબાદ બચાવાયા હતા, નીખીલ મહેતા એમ પણ જણાવેલ કે રેસ્ક્યુ ટીમના 2 જવાનો લાપતા થયા હોવાની વાત એકદમ ખોટી છે, જ્યારે ફિક્સ પગારમાં નોકરી કરતો કોઈ સરકારી કર્મચારી પોતાની જેમ જોખમ બચાવ કામગીરીમાં જોડાય તે નગ્ન સત્ય વાત બની ગઈ છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર







ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો