અનુયાયીઓ

શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2015

ઉપલેટા જઈ રહેલા સાંગલીના મેમણ પરિવારને જેતપુરના મંડલીકપુર પાસે નડ્યો અકસ્માત..




ઉપલેટા જઈ રહેલા સાંગલીના મેમણ પરિવારને જેતપુરના મંડલીકપુર પાસે નડ્યો અકસ્માત..
ચાલુ કારની વ્હીલ નીકળી જતા પલટી ગયેલી કારમાં ભત્રીજાના 
રિસેપ્શનમાં આવતા કાકાનું કરુણ  મોત, અન્ય 3 ને ગંભીર ઈજાઓ
મંડલીકપુર ના સેવાભાવીઓએ ઈજાગ્રસ્તોને જેતપુર દવાખાને પહોચાડવાની કરી સરાહનીય સેવા !  

 જેતલસર(જેતપુર) તા.20  કશ્યપ જોશી દ્વારા 
મહારાષ્ટ્રના સાંગલી શહેરમાંથી નીકળી રાજકોટના ઉપલેટા શહેરમાં કૌટુંબિક ભત્રીજાના રવિવારે યોજેલ રિસેપ્શનમાં હાજરી આપવા આવી રહેલા 
એક મેમણ પરિવારની કારને જેતપુરના મંડલીકપુર પાસે નડેલા  અકસ્માતમાં કાકાનું કરુણ મોત થયું હતું જયારે કાકી અને બે બહેનોને હાથે પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓની સારવાર માટે જેતપુરની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હોવાનું તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયાએ જણાવ્યું હતું..

બનાવની મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં રહેતા ફારૂકભાઈ તારમામદભાઈ પટેલ જાતે મેમણ પોતાના પત્ની જસ્મીનબેન ફારૂકભાઈ પટેલ(ઉ.વ.37), બે પુત્રીઓ શીફાબેન ફારૂકભાઈ પટેલ(ઉ.વ.17) અને ઝેબાબેન ફારૂકભાઈ પટેલ(ઉ.વ.7) લઈને રાજકોટના ઉપલેટા ખાતે પોતાની જીજે કે એફ 6671 નંબરની કાર લઈને સાંગલીથી નીકળ્યા હતા.

જે કાર આજે બપોરે 1 થી 1:30 દરમિયાન જેતપુરના મંડલીકપુર પાસે પહોચી ત્યારે અચાનક કારનું એક વ્હીલ ચાલુ કારે નીકળી જતા કાર પલટી ખાઈ જતા ચાલક ફારૂકભાઈનું ઘટના સ્થળેજ મોત થયું હતું, જયારે અન્ય ઘાયલ પરિવારજનોને સરકારી એમ્બ્યુલન્સ 108 દ્વારા જેતપુર પહોચાડવા મંડલીકપુરના સેવાભાવી માણસોએ પ્રશંશનીય સેવા બજાવી હતી. જેતપુરની ખાનગી હોસ્પિટલ સંજીવનીમાં ખસેડાયેલ જસ્મીનબેન, શિફા અને ઝેબાને હાથે પગે નાની મોટી ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ થતા તમામને સારવાર ચાલુ કરાઈ હતી.

બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયા સ્ટાફના મજનુંભાઈ, ભુરાભાઈ વિગેરેને સાથે લઇ ઘટના સ્થળે દોડી જઈ અકસ્માતી કારને સાઈડમાં લેવડાવી રોડ પરના ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો.

બોક્સ: રિસેપ્શનમાં પહોચે તે પહેલાજ કાકાનું કરુણ મોત !
જેતપુર: ઉપલેટામાં જીલાની ચોઈસ નામની ગારમેન્ટની શોપ ધરાવતા જીલાની ઈલીયાસભાઈ દેવલાના નિકાહ ગઈ તા.30.1.2015 ના રોજ સાઉદીઅરેબિયા ખાતે થયા હોય, નીકાહનું રીસેપ્શન આગામી રવિવાર ને તા.22.2.15 ના રોજ યોજાનાર હોય, આ રીસેપ્શનના પ્રસંગમાં હાજરી આપવા જીલાનીના કૌટુંબિક કાકા ફારૂકભાઈ પટેલ સાંગલીથી ઉપલેટા આવતા હતા, પણ આ પ્રસંગમાં હાજરી આપે તે પહેલાજ કાળે ફારૂકભાઈને આંતરીને મોત નીપજાવતા સાંગલી-ઉપલેટાના મેમણ પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.

કશ્યપ જે.જોશી જેતલસર(જેતપુર) 99742 62812





ટિપ્પણીઓ નથી: