પતિના અવસાન બાદ ફોજદાર સાથે મૈત્રી કરાર કર્યા હતા પણ સંબંધોમાં ખટાસ આવી જતા
ભાવનગરની મેડીકલ સ્ટુડંટને ઢીકાપાટુનો
માર મારી ઘાયલ કરતો પોલીસમિત્ર ફોજદાર
જેતપુરના ધારેશ્વર સ્થિત સરકારી ગેસ્ટહાઉસમાં બનેલી ઘટના ટોક ઓફ ધી ટાઉન !
જેતપુર તા.19
ગત મોડી રાત્રીના જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં આવેલા સરકારી ગેસ્ટહાઉસમાં મૈત્રી કરારો વચ્ચે જીવતા એક યુગલની મારામારીની ઘટના બહાર આવતા અને પોલીસ ફરિયાદ નોંધાતા આ વાત ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે. પોલીસે મહિલાની ફરિયાદ પરથી મિત્ર એવા પોલીસ ખાતાના ફોજદાર સામે શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ ભાવનગરમાં સરકારી સ્કુલ સામે રહેતા નમ્રતા વિલિયમ્સ (મનુભાઈ પંડયાની પુત્રી) જાતે ક્રિશ્ચિયન ઉ.વ.34 એ પોતાના પતિ જયેશ જેન્તીલાલ સ્ટીફન(રહે.બોરસદ) ના અવસાન બાદ છેલા દશેક વર્ષથી તેમના પિતા સાથે રહેતા હતા.
ફરિયાદમાં જણાવાયું છે કે આજથી પાંચ મહિના પહેલા (24 મી ઓગસ્ટના રોજ) અમદાવાદ ખાતે મેડીકલ સ્ટુડંટ તરીકે સરકારી વિશ્રામ ગૃહમાં નમ્રતાબેન રહેતા હોય, તે જ વિશ્રામ ગૃહમાં અમદાવાદ પોલીસની વિશેષ શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પરસોત્તમ ગલાભાઈ રાઠોડ પણ રહેતા હોય બંને વચ્ચે પરિચય થયો હતો.
દરમિયાન ભાવનગર સ્થિત મકાન વેંચવા બાબતે ફોજદાર સાથે નમ્રતાબેનને અવારનવાર વાતો થવા લાગતા આ વાત અંતે ફોજદાર અને નમ્રતાબેન વચ્ચે મૈત્રી કરાર સંબંધોમાં પરિણમી હતી. પણ આ બાબતે કોઈ કાયદેશરના કાગળો કર્યા ના હતા. દિવસે દિવસે ગાઢ થતા સંબંધો દરમિયાન મળવાનું ઘણી વખત થતું.
બીજીબાજુ નમ્રતાના પુત્ર જયસુખે પ્રેમલગ્ન કર્યા હોય, તે વાતની મારામારીની પોલીસ ફરિયાદનું સમાધાન કરવાનું ફોજદાર પી.જી.રાઠોડે શિવરાત્રીના દર્શન કરવા જુનાગઢ જવાનું કહી ગઈકાલે જેતપુરના વીરપુર જલારામ થઈને જુનાગઢ ગેસ્ટહાઉસમાં રોકાયા હતા. જ્યાં ઉપરોક્ત પોલીસ ફરિયાદના સમાધાન માટે ફોજદારે માથાકુટ કરતા ત્યાંથી રાત્રીના નીકળી જેતપુરના ધારેશ્વર સ્થિત સરકારી રેસ્ટહાઉસમાં આવ્યા હતા.
ત્યાં પણ ફોજદારે માથાકૂટ કરી ઢીકા પાટુનો માર મારવા લાગતા નમ્રતાએ રાડારાડ કરતા રાત્રીના રેસ્ટહાઉસના મેદાનમાં રહેતા અન્યોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલો જાણી ઈજાગ્રસ્ત નમ્રતાને સરકારી દવાખાને ખસેડેલ...
બોક્સ: ફરિયાદ પાછી ખેંચવા ધમકી !
જેતપુર : પાંચેક મહિનાના મૈત્રી સંબંધો બાદ એકબીજાને સંબંધોમાં ખટાસ આવી જતા નમ્રતાએ ફોજદાર રાઠોડને પોતાને છોડી દેવા જણાવી દીધું હતું, આમ છતાં ફોજદારે નમ્રતાને ફોન ઉપર શારીરિક માનશીક ત્રાસ આપવાનું ચાલુ કરતા નમ્રતાએ ભાવનગર ખાતે ફોજદાર વિરુધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી,આ ફરિયાદ પાછી ખેંચી લે નહીતર તને માર્યા વગર નહિ રહું તેવી ધમકી આપી ફોજદાર રાઠોડે તેમની ઉપર હુમલો કર્યાનું ફરિયાદમાં નમ્રતાએ જણાવેલ છે.
બોક્સ : બનાવના તપાસનીશ ફોજદાર ચૌહાણ શું કહે છે ?
જેતપુર : જેતપુરમાં મોડી રાત્રીના બનેલી આ ચકચારી ઘટનાના તપાશનીશ પોલીસ અધિકારી ફોજદાર ચૌહાણે જણાવેલ કે નમ્રતા અને ફોજદાર રાઠોડ મૈત્રી કરાર વચ્ચે જ રહેતા અને મળતા , પણ કોઈ બાબતે વાંધો પડતા ફરિયાદી મહિલાને પૈસા પડાવવા આ કાવતરું કર્યું હોય તેવું પ્રાથમિક તારણોમાં જાણવા મળેલ છે. ફરિયાદી મહિલાએ વિગતો આપી તેજ ફરિયાદ લેવાઈ છે. રૂપિયા 5000 ની કે મોબાઈલ લુંટની વાત ફરિયાદમાં લખાવાયી ના હોય તે બાબતે કહી નાં શકાય...
સમાચાર અને ફોટો : કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો