અનુયાયીઓ

ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

જેતપુર ગ્રાહક સુરક્ષા મંડળના આગેવાનોએ છેડ્યું પ્રતીક ઉપવાસ આંદોલન

જેતપુરની મામલતદાર કચેરીની પુરવઠા શાખાના ભષ્ટ્રાચારને ડામવાની માંગ સાથે 
જેતપુર ગ્રાહક સુરક્ષા મંડળના આગેવાનોએ છેડ્યું પ્રતીક ઉપવાસ આંદોલન 
આંદોલનના બીજા દિવશે ઉપવાસીઓને પાલિકા સદસ્ય અબાભાઈનો ટેકો : અબાભાઈનો આક્ષેપ ગરીબોનું અનાજ બારોબાર જ વેંચાય જાય છે !
જેતપુર તા.19
જેતપુર મામલતદાર કચેરીમાં પુરવઠા શાખા દ્વારા આચરતા વ્યાપક ભષ્ટ્રાચારને તાકીદે નેસ્તનાબુદ કરવાની માંગ સાથે ગઈકાલથી શરુ થયેલા પ્રતિક ઉપવાસ આંદોલનના આજે બીજા દિવશે જેતપુર પાલિકાના સદસ્ય અબાભાઈ કુરેશી સહિત સમર્થકોએ ઉપવાસીઓને ટેકો આપી ઉક્ત સરકારી તંત્રના સડાને દુર કરવાની માંગણી દોહરાવી હતી. 
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરની મામલતદાર કચેરીમાં પુરવઠા શાખામાં કોઈ કામ નીવેદ ધર્યા વગર ના થતા હોય તેમજ અમુક લાગવગીયા તત્વો આખો દિવસ આ શાખામાં પડ્યા પાથર્યા રહીને પોતાના કામો કરાવી જતા હોવાના આક્ષેપો સાથે જેતપુર શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની જેતપુર શાખાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારોએ ગઈકાલથી અત્રેની મામલતદાર કચેરી સામે અચોક્કસ મુદ્દતનું પ્રતિક ઉપવાસ આંદોલન છેડ્યું છે.
 જે આંદોલનના ઉપવાસીઓ જતીન દેગડા સહિતનાઓ જણાવે છે કે મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં વર્ષો  થયા ચીપકી રહેલા અધિકારી સહિતના સ્ટાફને બદલાવવો જરૂરી છે. આ સ્ટાફ સત્તાનો દુરુપયોગ કરી નજીકના લોકોનાજ વધારે કામો કરતા હોય અન્ય અરજદારો પારાવાર હાડમારી ભોગવી રહ્યા છે. ઉપવાસીઓનો એવો પણ આક્ષેપ છે કે આ કચેરીના અધિકારીની મનમાનીથી અનેક લોકોને પુરતું અનાજ મળતું નથી, રાશન કાર્ડ કઢાવવા પૈસા આપવા પડે છે તેમજ વખતોવખત મંગાતી માહિતીઓમાં ઉદવ જવાબો આપી દેવાય છે.

બોક્સ: પાલિકા સદસ્યનો ઉપવાસીઓને ટેકો 
જેતપુર: ઉપવાસીઓના આક્ષેપ જેવીજ ફરિયાદ કરીને આજે જેતપુરના વોર્ડ નંબર 6 ના સદસ્ય  હાઉસ ટેક્સ કમિટીના ચેરમેન અબાભાઈ કુરેશીએ પણ રૂમાલ પાથરી આંદોલનકારીઓને ટેકો આપી આક્ષેપો કર્યા હતા કે પુરવઠા શાખાનું હજારો કિલો અનાજ દર મહીને બારોબાર પગ કરી જાય છે. કોઈ દિવસ   સ્થાનિક મામલતદારશ્રીએ તપાસ કરાવી ખરા ?

બોક્સ: મામલતદાર ભોરણીયા શું કહે છે ?
જેતપુર: ઉપવાસીઓના આંદોલન બાબતે સત્ય શું છે ? તે જાણવા કરાયેલા સંપર્ક દરમિયાન જેતપુરના મામલતદાર ભોરણીયાએ જણાવેલ કે વર્તમાન લોકશાહીમાં ગમે તે માણસ ગમે તેવા આક્ષેપો કરી શકે. ફરીયાદીના કામો પણ ઘણી વખત કરાયા છે.  અમુક કામો કદાચ ના થયા હોય અને તેનો રાગદ્વેષ રાખી આંદોલન છેડાયું હોવું જોઈએ, બાકી ભષ્ટ્રાચાર સાબિત કરાય તો કસુરવાર સામે પગલા લેવામાં કોઈ પાછી પાની નહિ કરાય...

ફોટો અને સમાચાર કશ્યપ જોશી દ્વારા જેતલસર જેતપુર 9974262812



ટિપ્પણીઓ નથી: