Pratap Sisodiya
માળીયા હાટીનામાં ગલોદરથી સાસણ તરફ જતો એક વર્ષ પહેલા બનેલો હાલ નબળી ગુણવત્તા ના કારણે અતિ બિસ્માર હાલત માં છે. તેથી નાના મોટા એક્સિડન્ટ થયા છે. અને એક્સિડન્ટ થવાના મોટા સંભવ છે.
પરંતુ તંત્ર દ્વારા અને રાજકીય આગેવાનો અને સામાજીક આગેવાનો અનેક વખત જો આ રસ્તે નીકળતા હોય તો શું આ ખાડા તેમને દેખાતા નહિ હોય? શુ આ વિકાસ ના કામ પોતે ભ્રષ્ટાચાર માં સામેલ છે? તેવી લોક મુખે ચર્ચા
ખરેખર એક વર્ષ પહેલાં આ રસ્તો કરોડો ના ખર્ચે બનેલો છે. તે હાલ વોરંટી માં પણ છે પ્રજા ના પૈસે લીલા લેર કરતીએજેન્સી સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર માં સામેલ છે જે તંત્ર ના અધિકારી એ એજેન્સી પાસે ફરી થી એમની પાસે રોડ બનાવડાવવો જોઈએ જો અધિકારી આ કામ એજેન્સી પાસે ના કરાવે તો સરકાર શ્રી એ અધિકારી ને સસ્પેન્ડ અને એજેન્સી ને બ્લેકલીસ્ટ માં મુકવા જોઈએ તેવી લોકો ની પ્રબળ માંગ ઉઠી છે.
જ્યારે રોડ બને ત્યારે સરકારી બાબુ ઓ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ક્યારેય ફરકતા નથી પોતાનો હીશો મેળવી ઘરે બેસે છે આબધાની મિલી ભગત થિ પ્રજા પીડાય છે.
લોકો મુખે એવી પણ ચર્ચા જાગી છે. જ્યારે ચૂંટણી આવે છે રાજકીય પક્ષો ના આગેવાનો સામ સામે આક્ષેપ બાજી કરે છે. પરંતુ ચૂંટણી વહી જતા વિકાસ ના નબળી કામ ગિરી સામે વિરોધ કરવામાં કચાસ પણ રાખે છે. જો સતા ધારી પક્ષ અને વિરોધ પક્ષ પોતાની મહત્વ ની ભાગ ભજવે તો વિકાસ ના કામ સારા થાય છે. પરંતુ અહીં ચૂંટણી પુરી થયા બાદ સતા ધારી અને વિરોધ પક્ષ ના રાજકીય આગેવાનો ભેગા કામો કરે છે. આ વા નબળા કામને ગુજરાત ને ગુજરાત નું મોડલ ગણે છે તેવુ માળીયા હાટીના ની પ્રજા ના લોક મુખે ચર્ચાય રહ્યું છે.
હવે એ જોવાનું રહેશે ક્યાં આગેવાનો લેખિત માં રજુઆત કરશે અને કેટલી ઝડપે કામ કરાવશે તેવુ લોકો માં ચર્ચા થઈ રહી છે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો