અનુયાયીઓ

મંગળવાર, 19 મે, 2015

વડલી ચોક વિસ્તારની ભૂગર્ભ ગટર સાફ કરતુ પાલિકા તંત્ર

પ્રજા ફરિયાદને કારસામાં ખપાવતા જેતપુર પાલિકા પ્રમુખ !! 
વડલી ચોક વિસ્તારની ભૂગર્ભ ગટર 
સાફ કરતુ પાલિકા તંત્ર
પાલિકા પ્રમુખ રમાબેન કહે છે કોઈ હિતશત્રુઓ જાણીજોઇને ભૂગર્ભ ગટર બુરવાના હીન પ્રયાસો કરે છે !
(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તા.19
જેતપુરના વડલી ચોક વિસ્તારમાં એક ભૂગર્ભ ગટરને કોઈ હિતશત્રુઓ જાણી જોઇને બુરવાનો પ્રયત્ન કરતા હોવાનો આક્ષેપ કરી આજે આ ભૂગર્ભ ગટર સાફ કરાવી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના વડલી ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈને રસ્તા ઉપર ફરી વળતા હોવાની ફરિયાદ બાદ જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ તંત્રના માણસોને લઈને જેસીબી સાથે ફરિયાદવાળી જગ્યાએ દોડી ગયા હતા. 
જ્યાં ભૂગર્ભ ગટર ખોલીને તપાસ કરાતા ગટરમાંથી કચરો, ગાભા, અને પથ્થરો નીકળતા, કોઈ હિતશત્રુઓ તેમની પાછળ પડ્યા હોવાનો પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ પત્રકારો સમક્ષ આક્ષેપો કર્યા હતા. પાલિકા પ્રમુખે એક લેખિત યાદીમાં એવું પણ જણાવેલ છે કે તેમને બદનામ-હેરાન કરવા કોઈ તત્વો ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈ જાય તે રીતે ગટરમાં ગાભાના ડુચ્ચા, પથ્થરો નાખી દે છે. પણ આ વાતની ખાનગી રાહે તપાસ કરાવી, ભૂગર્ભ ગટર બુરવા પ્રયાસો કરતા તત્વો પકડાશે તો કાયદેશરની કાર્યવાહી હાથ ધરાશે..
ફોટો : - કશ્યપ જોશી જેતપુર  
 

ટિપ્પણીઓ નથી: