જેતપુરમાં પોલીસને મહેનત માથે પડી !
નવાગઢમાં મોટાપાયે ગાંજો વેચાતો હોવાની બાતમી પરથી પોલીસનો
દરોડો બાવાજી યુવાન પાસેથી ગાંજો મળ્યો માત્ર 135 રૂપરડીનો !!
જેતપુર તા.2
જેતપુરના નવાગઢમાં મોટાપાયે ગાંજો વેચાતો હોવાની બાતમી પરથી દરોડો પાડનાર પોલીસને માત્ર 135 રૂપરડીનો ગાંજો મળી આવતા પોલીસને મહેનત માથે પડી હોવાની વિગતો જાણવા મળી છે.
નવાગઢની દરજી સોસાઈટીમાં લાંબા સમય થયા બાવાજી યુવાન પ્રકાશ અનોપરામ અગ્રાવત ગાંજાનું વેંચાણ કરતો હોવાની અહીના એએસપી દેસાઈને બાતમી મળી હતી. દરમિયાન દરોડો નીલ ના જવો જોઈએ તેની પૂર્વ તૈયારી કરી દેસાઈએ પોતાના સ્ટાફને સાથે રાખી પ્રકાશ બાવાજીના ઘર પર છાપો મારતા 131 ગ્રામ (કિ.રૂ.135/-)ના ગાંજા સાથે પ્રકાશ ઝડપાઈ ગયો હતો. મામુલી માત્રામાં મળેલા ગાંજાના બનાવની વધુ તપાસ એએસપી દેસાઈએ પીએસઆઈ સંઘાણીને સોંપી ધોરણસરની વિધિ હાથ ધરી હતી.
કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 9974262812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો