જેતલસરના ચર્ચાસ્પદ દુષ્કર્મ ફરિયાદના
વકીલ સહિતના ચારેય આરોપીઓને
નિર્દોષ છોડતી જેતપુરની કોર્ટ
જેતલસર તા.29
આજથી 16 મહિના પહેલા જેતલસરની એક મહિલાએ ગામના એક વકીલ સહીત ચાર યુવાનો સામે દુષ્કર્મની નોંધાવેલી ફરિયાદનો કેઇશ આજે જેતપુરની કોર્ટમાં ચાલ્યો તે દરમિયાન જજ દવેએ ચારેયને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.
બનાવની મળેલી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામની એક ખાંટ મહિલાએ તે જ ગામના પીયુષ પરસોત્તમ વૈષ્ણવ, મનોજ પરષોત્તમ વૈષ્ણવ, હરેશ ગાંડુ વૈષ્ણવ(વકીલ) તથા અરવિંદ જસમત પોલરા એમ ચારેય સામે જેતપુર તાલુકા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
મહિલાએ ફરિયાદમાં જણાવેલ કે ઉપરોકત ચારમાના ત્રણ તહોમતદારોએ તેણીને પીયુષ સાથે જવા અને નાં જાય તો માં-દીકરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેની ડરી જઈને પીયુષની સાથે બસમાં ચાલી નીકળી હતી. દરમિયાન પીયુશે અમદાવાદ અને શ્રીનાથજીના ગેસ્ટહાઉસોમાં તેની પર દુશ્કર્મ આચર્યું હતું, વળતા પણ વીરપુર ખાતે ઉપરોક્ત તમામ તહોમતદારોએ તેઓની મરજી મુજબનું નિવેદન આપવાની ધમકી આપતા મહિલાએ પોતાની મરજીથી પરબ વિગેરે ધાર્મિક સ્થળોએ ફરવા ગઈ હોવાનું નિવેદન આપતા પોલીસ મુંજાઈ હતી. પોલીસે પરણિત મહિલાને જુનાગઢ શિશુમંગલમાં મોકલ્યા બાદ પીયુષ ત્યાંથી પણ ભગાડીને તેના માસીને ઘેર લઇ ગયો હતો. જ્યાંથી ભાગીને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ મતલબનો કેઇશ આજે જેતપુરની સેસન્શ કોર્ટમાં ચાલ્યો ત્યારે જેતલસરની ખાંટ મહિલા પોતાની મરજીથી જુનાગઢના શિશુમંગલમાંથી નીકળી ગઈ હોય તેમજ પીયુષ સાથે 3 વર્ષ થયા પ્રેમસંબંધ હોવાનું ફલિત થતા, વકીલો આર.આર.ત્રિવેદી, ભાવેશ ત્રિવેદી, જે.જી.વાઘેલા, અને કુમારી પી.જી.સિંઘવડ વિગેરેની દલીલો ગ્રાહ્ય રાખી જેતલસર ગામના વકીલ સહીત ચારેય આરોપીઓને સેસન્શ જજ કે.એમ.દવેએ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરતા જેતલસરના ચારેય યુવાનોને બદનામ કરવા મથતા તત્વોની બોલતી બંધ થઇ ગઈ છે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો