જેતપુરમાં વોર્ડ-5 માં પ્રાથમિક સુવિધાઓના અભાવે ત્રસ્ત લાત્તાવાસીઓનું પાલિકાના મુખ્ય અધિકારીને આવેદન
તા.15.5. સુધીમાં ઘટતું નાં થાય તો આંદોલનની ઉચ્ચારાયેલી ચીમકી
જેતપુર તા.28
જેતપુરના ધોરાજી રોડ પરના વિરશક્તિ મંદિર વિસ્તારના પ્રજાજનો એ પાલિકા કચેરી પર દોડી આવી તેઓના વિસ્તાર પ્રત્યે દાખવાતા ઓરમાયા વર્તનની પાલિકાના મુખ્ય અધિકારીને રજુઆતો કરી હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરના વોર્ડ નંબર-5 માં આવેલ વિરાશક્તિ મંદિર વિસ્તારમાં વર્ષો થયા મૂળભૂત પ્રાથમિક પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા , લાઈટ, પાણી, ગટર વ્યવસ્થા વિગેરે બાબતે પાલિકાના સંબંધિત સદસ્યો તથા સત્તાધીશો વહાલા દવલાની નીતિ અખત્યાર કરતા હોય, આજે આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં પાલિકા કચેરીએ દોડી આવી ઉક્ત પ્રશ્નો તાકીદે નિવારવાની માંગો દોહરાવતા સુત્રોચ્ચાર કરી કચેરીને ગજવી મૂકી હતી.
લત્તાવાસીઓના આગેવાનોએ આક્ષેપો કર્યા હતા કે તેઓનો વિસ્તાર પાકિસ્તાનમાં આવેલો હોય તેવું વર્તન દાખવી પાલિકાના સત્તાધીસો કોઈ સુવિધાઓ આપવા જાગતા જ નથી, જયારે અન્ય વોર્ડોમાં સુધરાઈ સદસ્યોના ઈશારે નાચતા સત્તાધીશો તાત્કાલિક સુવિધા પૂરી પાડવા કે સુધારવા દોડી જાય છે.
અમો પાલિકાને તમામ પ્રકારના કરવેરા ભરતા હોવા છતાં સુધાઓ પૂરી પાડવામાં પાલિક કેમ રસ દાખવતી નથી ? આ પ્રશ્નો બાબતે આગામી 15.5.2015 સુધીમાં પાલિકા તંત્ર વિરાશક્તિ મંદિર વિસ્તારના પ્રશ્નો હલ નહિ કરે તો પાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન છેડવામાં આવશે તેવી ઉક્ત લત્તાવાસીઓએ આવેદનમાં ચીમકી ઉચ્ચારી છે.
ફોટો અને સમાચાર - કશ્યપ જોશી જેતપુર 9974262812j




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો