જેતપુરમાં સિંધી પરિવારના મકાનમાં ખાબકેલા
તસ્કરો 1.90 લાખની મત્તા ઉસેડી ગયા !!
જેતપુર તા.27
જેતપુરના જુનાગઢ રોડ પર ત્રણ દિવસ બંધ રેઢા પડેલા સિંધી પરિવારના મકાનમાં ખાબકેલા તસ્કરો આરામથી રૂપિયા 1.90 લાખની મત્તા ઉસેડી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુરના જુનાગઢ રોડ પર હોટેલ ઉત્સવ પાછળ રહેતા સતુભાઈ વાધવાની નામના સિંધી ગૃહસ્થ પ્રસંગ સબબ તા.24.4. બહાર ગામ ગયા હતા.
દરમિયાન આજે તા.27.4. ના રોજ ઘરે પરત આવી જોતા કોઈ તસ્કરો રૂમનો દરવાજાના નકુચા તોડી, અંદર પ્રવેશી, કબાટ તોડી રોકડ રકમ રૂપિયા 10.000 તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1 લાખ 90 હજારની મત્તા ઉસેડી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે ડોગ સ્કવોડ અને લોકલ ક્રાઈમ બ્રાંચની મદદ વચ્ચે તસ્કરોના સગડ મેળવવા કવાયત આદરી છે.
અત્રે એ નોંધનીય છે કે જેતપુર શહેરમાં તસ્કરોને હવે પોલીસનો કોઈ ભય હોય તેવું જણાતું નથી. અહી વાહન ચોર ગેંગ, ખિસ્સાકાતરુ ગેંગ અને ઘરફોડ તસ્કર ગેંગ રાત્રીના પેટ્રોલિંગ કરતી હોય પોલીસ ઊંઘતી ઝડપાઈ રહી છે. ત્યારે શહેરીજનો વધુ અસલામતી અનુભવે તે પહેલા નાના ધંધાર્થીઓ અને રેંકડી ચાલકોને ધંધા રોજગાર વગરના કરી મુકનાર એસપી દેસાઈ કાયદો અને વ્યવસ્થાની જેતપુરમાં કથળેલી સ્થિતિ સુધારે તે જરૂરી છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો