ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટર તૃપ્તિ જોશી સાથે વાત: ભાટગામ કેનાલ પાસે દેખાયા બાદ સિંહનું ટોળું ગિરનાર તરફ રવાના
(કુલદીપ જોશી દ્વારા)
જેતલસર, તા.23
જેતલસર પંથકના આરબ ટીંબડી ગામે ગઈકાલે ગૌશાળા પાર ત્રાટકેલા 10 સિંહના ટોળાએ નાના મોટા 10 પશુના મારણ કરી હાલ ગિરનાર તરફ ચાલ્યા ગયા છે પણ એક વખત શિકાર કર્યા પછી ફરી તે જ જગ્યાએ સિંહના સ્વભાવમાં હોવાથી ટીંબડીવાસીઓએ ચીટીને રહેવા ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટર
તૃપ્તિ જોશીએ આ લખનાર યુવા પત્રકાર કુલદીપ જોશીને કહ્યું હતું.
તેમને વધુમાં વિગતો આપી હતી કે આરબ ટીંબડી ગામે 10 ગાયો નું મારણ કરનાર સિંહોનું ગ્રુપ રેવન્યુ વિસ્તાર છોડી ગિરનાર તરફ રવાના થયું છે. છેલ્લા ફૂટમાર્ક જેતલસરના બાવા પીપળીયાથી આગળના ગામ ભાટગામ કેનાલ પાસે જોવા મળ્યા હતા. જો કે સિંહો નું ગ્રુપ દેખાયું નથી.વન વિભાગની 6 જેટલી ટિમો સાથે ગત રાત્રે લોકેશનમાં રહી છે. ગ્રામજનોએ પણ સિંહ ન જોયા હોવાનું જણાવ્યું છે..
તેમને વધુમાં કહ્યું કે સિંહ પરિવા પાછા રેવન્યુ વિસ્તારમાં સ્વભાવ પ્રમાણે આવી શકે છે. તે 1 કલાકમાં 52 કિલોમીટર કાપી શકતા હોવાથી ગ્રામજનોએ અને ખાસ કરીને ખેડૂતોએ સતર્ક રહેવા તાકીદ કરાઈ છે. જેતપુર તાલુકાના ગ્રામીય વિસ્તારથી જંગલ રેન્જ 8 કી મી. જેટલી થતી હોઈ અને સિંહોના ગ્રુપ સતત મુમેન્ટમાં હોવાથી ગમે ત્યારે પરત ફરી શકે છે. તેમને અન્ય એક લોકેશન જેતપુર તાલુકાના ખારચિયા અને ભેડા પીપળીયા વચ્ચે જોવા મળ્યું હતું પરંતુ સિંહો દેખાયા ન હતા. દરમિયાન જેતલસર પંથકના ડેડરવા, ટીંબડી, રૂપાવટી, બાવાપીપળીયા, અકાળા, પીપળવાના ખેડૂતોએ વીજતંત્ર તાકીદે દિવસે વીજપુરવઠો આપીને ખેડૂતોની સલામતી બાબતે વિચારે તેવી માંગ કરી છે.
(કુલદીપ જે.જોશી, જેતલસર - 94095 30234)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો