- કરમશીભાઇ શીયાણી
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જસદણના ૬૨ વર્ષીય ડાયાબીટીઝના દર્દી કરમશીભાઇએ કોરાનોને મ્હાત આપી હિંમત અને ધૈર્યનો પરિચય કરાવ્યો
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ- કોરોના મહામારીના સંક્રમણ સમયે કોરોના મહામારીથી બચાવ અને તેના અટકાવ માટે રાજય સરકાર અને આરોગ્ય વિભાગ અવિરત કામગીરી બજાવી રહયું છે. કોરોના ગ્રસ્ત દર્દીને ત્વરીત અને સઘન સારવાર મળી રહે તે માટે ખાસ કોરોનાલક્ષી સારવાર માટે અદ્યતન સાધનોથી સજ્જ હોસ્પીટલો સાથે ઘરઆંગણે પણ સારવાર અને દવાઓ પહોચતી કરવા ધન્વંતરી રથ અને સંજીવની રથ જેવી મોબાઇલ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવાઇ છે.
કોરોનાથી ડર અનુભવતા અને ભયની લાગણી અનુભવતા લોકોને પોતાના સ્વાનુભવ બાદ શિખ આપતા જસદણના ૬૨ વર્ષીય કરમશીભાઇ ગીગાભાઇ શીયાણી ભારપૂર્વક જણાવે છે કે કોરોનાથી ડરવાથી નહીં પણ હિંમત પૂર્વક સામનો કરવાથી અને નિદાન થતાં જ ત્વરીત યોગ્ય સારવાર લેવાથી કોરોના સામે જીત નિશ્ચિત છે. તેમના પુત્ર શ્રી મહેશભાઇએ વધુ વિગતો આપતાં જણાવયું હતું કે તેમના પિતા કરમશીભાઇને સામાજીક પ્રસંગે હાજરી આપી ઘરે પરત આવ્યા બાદ બે-એક દિવસમાં જ શ્વાસમાં તકલીફ જેવું જણાતા નિદાન કરાવતાં કોરોના પોઝીટીવ હોવાની જાણ થઇ હતી. આ સાથે તેઓએ તુરતજ જસદણ ખાતે કાર્યરત હોસ્પીટલમાં દાખલ થઇ સતત ૧૨ દિવસ તજજ્ઞ ડોકટરો અને નર્સીંગ સ્ટાફની નિસ્વાર્થ સેવા અને સુશ્રૃષા થકી ફરી સ્વસ્થ બન્યા છે.
જસદણ ખાતેના આરોગ્ય કર્મીઓની અવરીત સેવા અને આરોગ્ય તંત્ર દ્વારા સતત ૨૪ કલાક ખડેપગે સારવાર માટે હાજર રહેતા કર્મયોગી સ્ટાફ અને સમયસર દવાઓ, ઉકાળાઓ, ચા-કોફી, પૌષ્ટીક નાસ્તો, ફ્રુટ અને સ્વચ્છ અને પોષક તત્વોથી ભરપુર ભોજન જેવી સુવિધા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કાર્યરત સમગ્ર આરોગ્ય તંત્રના કર્મચારી પ્રત્યે સંતોષની લાગણી સાથે અભિનંદન પાઠવતા મહેશભાઈ તેમના પિતાશ્રી કરમશીભાઇને સ્વસ્થ બની સ્વગૃહે પરત આવ્યા બાબતે આરોગ્ય વિભાગના કર્મઠ કર્મચારીઓ પ્રત્યે આભાર દર્શાવતા અન્યોને કોરોનાના લક્ષણો દેખાય તો તુરત જ નિદાન કરાવી સારવાર લેવા અનુરોધ કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો