૦૦૦૦૦
૩૭૦ કવીન્ટલ ઘઉં, ૨૨૦૦ કવીન્ટલ મગફળી અને ૪૨૦૦ કવીન્ટલ બી.ટી. કપાસ
૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ - રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહી છે.
જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ઘઉં એન.પી. ટુકડા ૩૭૦ કવીન્ટલ, મગફળી જી-૨૦ ૨૨૦૦ કવીન્ટલ, બી.ટી. કપાસ ૪૨૦૦ કવીન્ટલ સહિત કુલ ૭૧૫૪ કવીન્ટલ વિવિધ જણસોનો જથ્થાની આવક સાથે રૂા. ૩.૮૩ કરોડ કરોડનુ ટર્ન ઓવર થયું છે.
જેના વિવિધ જણસના લઘુત્તમ ૨૦ કીલોના રૂ. ૨૮૦ થી મહત્તમ રૂા. ૨૪૮૨ ઉપજયા હોવાનુ જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીશ્રી બળવંતભાઇ ચોહલીયાની યાદીમાં જણાવાયું છે.
યાજ્ઞિક
ધાણાના પાકમાં વૃદ્ધિ/ફૂલ સમયે મોલો રોગના નિયંત્રણ વૈજ્ઞાનિક સુચન
રાજકોટ - ધાણાનું વાવેતર ધરાવતા ખેડુતોએ ધાણાના પાકમાં વૃદ્ધિ/ફૂલ સમયે મોલો રોગના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી ૧૦ અને એસીફેટ ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. તેમજ રાખોડીનો ઉપદ્રવ ન થાય તે માટે હેક્ઝાકોનાઝોલ ૧૫ મિલી દવા વારાફરતી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો તથા ધાણાને વધુ પડતું ખાતર અને પિયત આપવું નહિ જેથી વધુ વિકાસ થાય નહિ તેમ તરઘડીયા સ્થિત સુકી ખેતી સંશોધન કેન્દ્ર ની યાદીમાં સુચન કરાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો