૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ - લસણનું વાવેતર ધરાવતા ખેડૂતોએ પાકની વૃદ્ધિ-વિકાસ અવસ્થાએ જોવા મળતા થ્રીપ્સના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી અને પ્રોફેનોફોસ ૨૦ મિલી અથવા લેમડા સાયહેલોથ્રીન ૧૪ મિલી દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી વારાફરતી છંટકાવ કરવો તેમજ જરૂરિયાત મુજબ જ પિયત આપવું. લસણના પાકમાં પાનની ટોચનો સુકારાના રોગ માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવો. પિયત પાણી નિયંત્રિત આપવું તેમ ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયાની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો