રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાએ ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ડો.વલ્લભભાઈ કથીરિયાએ સમગ્ર ભારતમાં ગૌશાળા-પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય, ગૌચરનું નવ નિર્માણ, પર્યાવરણાર્થે જનજાગરણ, ગૌપાલન, દેશીકૂળના ગૌ સંવર્ધનને પ્રોત્સાહન અને આ પગલાઓ થકી ખેડૂતોની આવક બમણી કરવાના શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવામાં સહાય આપવા સહિતના અનેક મુદા ઉપર વાત ચર્ચા કરેલ હતી.
સાથો સાથ તા.૨૫,ફેબ્રુઆરી,૨૦૨૧ નાં રોજ રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા "રાષ્ટ્રીય કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા" લેવામાં આવનાર છે તે અંગે વિસ્તૃત માહિતી શ્રી સંબિત પાત્રાને આપેલ હતી. શ્રી સંબિત પાત્રાએ " ગૌ આધારીત અર્થ વ્યવસ્થા" નાં પૂન:નિર્માણ માં પોતાના શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો