દેશ સેવા સાથે રોજગારીની ઉત્તમ તક
રાજકોટ : મદદનીશ નિયામકશ્રી (રોજગાર) – રાજકોટની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના યુવાનો માટે રોજગારીની સાથે દેશની સેવા કરવાનો અવસર ભારતીય સેના લાવી રહી છે. દેવભૂમિ દ્વારકા ખાતે આગામી તા. ૧ લી ફેબ્રુઆરી – ૨૦૨૧ થી તા. ૧૫ મી ફેબ્રુઆરી – ૨૦૨૧ સુધી આર્મી રીક્રુટીંગ ઓફિસર દ્વારા ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોલ્જર જનરલ ડયુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર કલાર્ક, સોલ્જર ટ્રેડમેન, નર્સીંગ આસીસ્ટન્ટ વગેરે કક્ષામાં ભરતી કરવામાં આવનાર છે.
આ ભરતી રેલી માટે તા. ૧૦ મી ડીસેમ્બર – ૨૦૨૦ થી ઈન્ડીયન આર્મીની વેબસાઈટ www.joinindianarmy.nic.in ઉપર રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. આ રેલીમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ તા. ૧૮-૧-૨૦૨૧ સુધીમાં ઉકત વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવી લેવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારો જ આ ભરતી રેલીમાં ભાગ લઈ શકશે જેને ધ્યાને લઈ ભારતીય સેનામાં જોડાવા માટેની રેલીમાં ઉપસ્થિત રહેવા ઈચ્છુક ઉમેદવારોને તાત્કાલિક ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા વધુમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
હેતલ દવે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો