૦૦૦૦૦૦૦૦૦૦૦
રૂા. ૬ કરોડ ૫૦ લાખની વગર વ્યાજની લોન ઉપલબ્ધ કરાવાશે
૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ : મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે તાજેતરમાં રાજકોટ જિલ્લાની રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ (RDC) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયા અને નિયામકશ્રી જે.કે.પટેલ ઉપસ્થિત રહ્યા અને RDC તરફથી બેંકના સી.ઇ.ઓ. સખીયાએ ઉપસ્થિત રહી એમ.ઓ.યુ. કર્યા હતા.
આ એમ.ઓ.યુ. અન્વયે રાજકોટ જિલ્લાના લગભગ ૬૫૦ જેવા જોઇન્ટ લાયબીલીટી ઓફ અર્નિગ એન્ડ સેવીંગ ગ્રૃપ (JLESG) ને રૂ. ૬ કરોડ ૫૦ લાખ જેવી રકમની વગર વ્યાજની લોનનો લાભ માર્ચ પહેલા આપવામાં આવશે તેમ જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના પ્રોજેકટ ઓફીસરશ્રી બસીયાની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો