સોરઠમાં ઉજવવામાં આવી રહેલ શાળા પ્રવેશોત્સવનાં અંતીમ દિવસે ભેંસાણ તાલુકાના ઢોળવા અને સાંકરોળામાં ભૂલકાઓને આવકારી અતી પછાત જાતિ વિકાસ બોર્ડના ડાયરેકટરશ્રી મેઘજીભાઇ વાજાએ કહ્યુ કે દિકરીને કરીયાવરમાં સંપતિ નહીં પણ શિક્ષણ આપજો.
દિકરીનો સાચો કરીયાવર શિક્ષણ છે તેમ જણાવી શ્રી વાજાએ વધુમાં જણાવ્યુ કે દિકરી શિક્ષીત હશે તો તેના બાળકો અને કુટુંબ સંસ્કારી થશે. તેમણે શિક્ષકોને ચેલેન્જ ઉપાડી તંદુરસ્ત સમાજનાં નિમાર્ણમાં બાળકોમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જાગે તેવા વિદ્યા મંદિરનું નિમાર્ણ કરવા પર ભાર મુકવો જોઇએ. ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઇ ઉસદડ વાલીઓને જાગૃત બની ગામનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તેની કાળજી લેવા અનુરોધ કર્યો હતો. ઢોળવામાં ૩૮ અને સાંકોળા ખાતે ૧૮ બાળકોનું નામાંકન કરાયુ હતુ.કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે બાળકોએ શોર્યગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી હરેશ કડેચા, સરપંચ હરદાસભાઇ કટીર, આચાર્ય નરેન્દ્ર ભૂતૈયા, અગ્રણી નનકુભાઇ વાણીયા, રમેશભાઇ વેકરીયા, રામભાઇ ગજેરા,પ્રવીણભાઇ સોજીત્રા અરજણભાઇ સોલંકીનાં હસ્તે પ્રવેશપાત્ર બાળકોને કીટ, તેમજ શીષ્યવૃતિ અને તેજસ્વી બાળકોને પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરાયા હતા. આ તકે લાયઝનીંગ અધિકારી રૂડાણી, બી.આર.પી.. જગમાલ કરંગીયા તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો