પોરબંદર,તા.૧૮ઃ-પોરબંદર જિલ્લાની રાણાવાવ-આદિત્યાણા નગરપાલીકાની વોર્ડ નં. ૩ ની પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ સચિવશ્રી રાજય ચૂંટણીપંચ ગાંધિનગર દ્વારા તા.૧૫ જુનના રોજ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે તા.૨૦ જુનના રોજ ચૂંટણીની નોટીસ જાહેરનામું બહાર પડાશે અને ચૂંટણી અધિકારીશ્રી ચૂંટણીની નોટીસ પ્રસિધ્ધ કરશે. તા.૨૫ જુનના રોજ ઉમેદવારી પત્રો રજુ કરવાની છેલ્લી તારીખ, તા.૨૭ જુનના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે અને તા.૨૮ જુન ના રોજ ઉમેદવારી પરત ખેંચી શકાશે. તા.૧૦/૦૭/૨૦૧૧ ના રવિવારના રોજ સવારના ૮-૦૦ થી સાંજ ના ૫.૦૦ કલાક સુધી પેટાચૂંટણીનું મતદાન થશે અને તા.૧૨ જુલાઇના રોજ મતગણતરી કરાશે.
આ વોર્ડ નં-૩ ની બેઠકનો પ્રકાર સામાન્ય સ્ત્રી છે. ચૂંટણીમાં ઉમેદવારે ઉમેદવારી પત્રસાથે ગુન્હાહિત ઇતીહાસ, શૈક્ષણીક લાયકાત, મિલ્કત અને દેવા બાબતનું સોગંદનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવાનું રહેશે. મતદાન સમયે મતદારે ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર રજુ કરવાનું રહેશે. તે રજુ ન કરી શકે તો જુદા-જુદા ૧૩ ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઇ એક દસ્તાવેજ રજુ કરી શકશે. આ પેટા ચૂંટણી વિજાણું મતદાન યંત્રો દ્વારા કરવામાં આવશે. તેમ જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને પોરબંદર કલેકટરશ્રી ગિરિશ શાહની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો