અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

પાટણ જિલ્‍લામાં આગામી જુલાઇ-૧૧ માસમાં ગરીબ કલ્‍યાણ મેળાનું થનારૂ આયોજન

પાટણ જિલ્‍લામાં ચોમાસા દરમ્‍યાન ૧૧ લાખ રોપાઓ વાવવાનું આગોતરૂ આયોજન
પાટણ ખાતે જિલ્‍લા સંકલન અને ફરીયાદ સમિતિની મળેલ બેઠક
પાટણ જિલ્‍લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક આજે કલેકટર કચેરી, પાટણ ખાતે જિલ્‍લા કલેકટરશ્રી જે.જી. હિંગરાજીયાના અધ્યક્ષસ્‍થાને મળેલ હતી. આ બેઠકમાં જિલ્‍લા કલેકટરશ્રીએ જિલ્‍લાના સબંધિત વિભાગના ઉચ્‍ચ અધિકારીઓને ગરીબ કલ્‍યાણ મેળાના વ્‍યક્તિગત લાભાર્થીઓની અરજીઓ મેળવવા અને પાટણ જિલ્‍લામાં ૧૧ લાખ રોપાઓનું વાવેતર કરી જતન કરવા ખાસ ભારપૂર્વક જણાવ્‍યું હતું,
કલેકટરશ્રીએ જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારીઓને પાટણ જિલ્‍લામાં આગામી જુલાઇ-૧૧ માસમાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળાના વ્‍યક્તિગત લાભાર્થીઓની યાદી બનાવી આગોતરૂં આયોજન કરવા જણાવ્‍યું હતું. ચોમાસ દરમ્‍યાન પાટણ જિલ્‍લાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ગ્રામ પંચાયતો, સહકારી મંડળીઓના કંપાઉન્‍ડમાં તેમજ ખેતરોમાં ૧૧ લાખ રોપાઓનું વાવેતર કરી ત્રણ વર્ષ સુધી જતન કરવાનું આયોજન કરવા જણાવ્‍યું હતું.
આ બેઠકમાં કલેકટરશ્રી જે.જી. હિંગરાજીયાએ જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારીઓને સમયમર્યાદામાં કચેરીમાં આવતી અરજીઓનો નિકાલ કરવા અને સતત મોનીટરીંગ કરવા જણાવ્‍યું હતું. આ ઉપરાંત બેઠકમાં જિલ્‍લાના પેન્‍શન કેસોની સમીક્ષા, સરકારી બાકી રહેતા નાણાંની વસુલાત કરવા, માહિતી અધિકાર અરજીઓનો નિકાલ કરવા અંગેની સમીક્ષા કરીને ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી: