અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

1...તા.૨૮ જુનના રોજ વન મહોત્સવના કાર્યક્રમના પૂર્વ આયોજન માટે બેઠક મળશે.2...પોરબંદર તાલુકાના નાગકા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન કૂલ ૪૭ બાળકો

1...તા.૨૮ જુનના રોજ વન મહોત્સવના કાર્યક્રમના પૂર્વ આયોજન માટે બેઠક મળશે.
પોરબંદર,તા.૧૮ઃ- પોરબંદર જિલ્લામાં આંતરરાષ્‍ટ્રીય વન વર્ષ અને ૬૨ માં વન મહોત્સવના કાર્યક્રમના પૂર્વ આયોજન માટે આગામી તા.૨૮ ના રોજ સાંજે ૪.૩૦ કલાકે અત્રે
કલેકટર કચેરીના સભાખંડમાં એક બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સબંધકર્તાશ્રી ઓને ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે.


2...પોરબંદર તાલુકાના નાગકા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન
કૂલ ૪૭ બાળકોનું નામાકંન કરાયું
કૂલ રૂ! ૬૦ હજારની શિષ્યવૃતિ અને ગણવેશ સહાયનું વિતરણ

પોરબંદર,તા.૧૮ઃ- પોરબંદર તાલુકાના નાગકા ગામે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સીનીયર અધ્યાપક શ્રી અલ્તાફભાઇ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિ માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કૂલ ૪૭ નવા બાળકોનું નામાકંન અને વિધાર્થી ઓને કૂલ રૂ! ૬૦ હજારની શિષયવૃતિ અને ગણવેશ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાગકા ગામ ની શાળા તથા ફુલીવાવનેસ સીમશાળા અને આંગણવાડી કેન્દ્રના બાળકોનું નામાકંન કરવામાં આવ્યુ હતું.
મહાનુભાવોના હસ્તે નામાકંન થયેલ બાળકોને મીઠુ મો કરાવીને શિક્ષણની કિટસ તથા આંગણવાડી ના બાળકોને રમકડા તથા આંગણવાડીને બાળ ટ્રાઇ સાયકલ વિતરણ કરવામાં આવી હતી તેમજ ધો.૧ થી ધો.૭ માં પ્રથમ આવનાર બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા યોગ નિદર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સર્વ શિક્ષા અભિયાન ના જિલ્લા સંયોજક શ્રી મહેશભાઇ પરીખ, સરપંચ્ શ્રી અરજણભાઇ રાણાવાયા, આચાર્ય શ્રી મનુભાઇ પટેલ, શ્રી રાણાવાયા, વાલીઓ, શાળાના શિક્ષકો, બાળકો વિગેરે ઉપસ્થિત રહયા હતા.
પોરબંદર તાલુકાના કાટવાણા ગામે ગાંધીનગર ના ગૃહ ખાતાના ઇન્ટેલીન્સ વિભાગના પોલીસ અધિક્ષકશ્રી એસ.કે.દવેની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બાળકોનું નામાકંન કરવામાં આવ્યું હતું

ટિપ્પણીઓ નથી: