રાજકોટ તા. ૧૮ જુનઃ રાજકોટ જિલ્લાના નાનકડા એવા ઇશ્વરીયા ગામનાં ધોરણ-૮ના ૧૩ તેજસ્વી તારલાઓએ રાષ્ટ્રીય કક્ષાની શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી સમગ્ર ગામને ગૌરવ અપાવ્યું છે.
રાષ્ટ્રીય કક્ષાની શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કીમ આ માટેની પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની લેવાય છે. જેમાં જસદણ તાલુકાના ૬૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે પૈકિ ૩૧૦ વિદ્યાર્થીઓ સફળ થઇ જસદણ તાલુકાએ આક્ષેત્રે ગુજરાત રાજયમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. આ ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને દર માસે રૂ. પ૦૦ આમ વરસે રૂ. ૬૦૦૦ શિષ્યવૃત્તિ મેળવશે. આ શિષ્યવૃત્તિ ધોરણ ૯ થી ધોરણ ૧૨ સુધી મેળવશે.
ઇશ્વરીયા ગામને ગૌરવ અપાવનારા તેજસ્વી તારલાઓ સર્વશ્રી સાકરીયા અસ્મિતા, અબસાણીયા અસ્મિતા, ખુંટ ચંદન, મારકણા હેમાલી, ખુંટ દયા,પારખીયા હિરલ, મારકણા હેતલ, ખુંટ ધારા, ડાંગર મીરા, માલવિયા પ્રતિક, સાકરીયા સેજલ, ડાંગર નેહલ અને ખુંટ શ્રધ્ધાનો સમાવેશ થાય છે. આ તમામ બાળકોનું શાળા મહોત્સવ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા.
જસદણ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે જવલંત સફળતા માટે બી.આર.સી. કોઓર્ડીનેટરશ્રી ભગવાનદાસ જે દુઘરેજીયા, શાળાનાં આચાર્યશ્રી રમેશભાઇ કંટેસરીયા, શિક્ષકા સર્વશ્રી દક્ષાબેન બોરીસાગર, માધુરીબેન વગેરે ખુબજ સક્રિય રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો