બાળકોમાં છુપાયેલી વિશેષ આવડત અને શકિત બહાર લાવીને સુંદર જીવન ઘડતર કરીએ.--- મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે દાંતીવાડા તાલુકાના ગાગુદરા, જેગોલ, વેળાવાસ, રાણોલ, અને ધાનેરી ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ અપાવી ઉજ્જવળ કારકિર્દી અને સુખમય જીવન માટે શુભેચ્છાઓ આપી હતી. તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં કહ્યું કે બાળકોના ભવિષ્યના વિધાતા તમે પોતે જ છો. તેમણે કહ્યું કે બાળકોના શિક્ષણમાં વાલીઓ જેટલી કાળજી રાખશે તેમજ બાળકોને જરુરી માર્ગદર્શન અને તેમનો ઉત્સાહ વધારતા રહેશે તેવું બાળકનું ઘડતર થશે મંત્રીશ્રીએ કહ્યું કે બાળકોમાં વિશેષ આવડત અને વિવિધ શકિતઓ છુપાયેલી હોય છે તેને ખીલવીને બહાર લાવવાનુ કામ શિક્ષકો અને વાલીઓ સારી રીતે કરી શકે છે. તેમણે ઉમેર્યું કે આપણા જ બાળકોમાં રાષ્ટ્રપિતા પૂજય ગાંધીજી, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ, કે સુભાષચંદ્ર બોઝ જેવા વિશ્વ વિખ્યાત નેતાઓ કે વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો પણ છુપાયેલા છે. આપણે બાળકોના અભ્યાસમાં પુરતો રસ લઇને તેમની શકિતઓ ખીલવીએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો